વડગામની ગેલેક્સી સ્કુલના સંચાલકે વિદ્યાર્થી ને ઢોર માર મારતા ફરિયાદ નોધાઇ

Share

વડગામમાં આવેલી ગેલેક્સી સ્કુલના સંચાલકે ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો. જેને લઇ બાળક માનસિક સ્થિતિ પર અસર અને શારીરિક દુખાવો થઈ ગયો હતો અને તેને સારવાર માટે તેના પરિવારજનોએ વડગામ સરકારી દવાખાને દાખલ કર્યો હતો. તેના પિતાએ વડગામ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

[google_ad]

તાલુકા મથક વડગામમાં આવેલી ગેલેક્સી સ્કૂલમાં વડગામના પટેલ સરદારભાઈ માનજીભાઈનો દીકરો નૈતિક કુમાર ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. જેને સ્કૂલના સંચાલકે ઢોર માર મારતા તેના પિતા સરદારભાઈએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

[google_ad]

તેમણે જણાવ્યું હતું કે, તારીખ 27 સપ્ટેમ્બરના સાંજના સમયે હું ઘરે આવ્યો ત્યારે મારો દીકરો ખાટલામાં ઊંગ્યો હતો. જેને જઈ ને પૂછ્યું કે શું થયું છે. ત્યારે તેણે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના સંચાલક કાનજીભાઇએ મને માર માર્યો છે.

 

[google_ad]

તેવું જણાવતા મેં મારા દિકરાની ચડ્ડી નિકાળતા તેને ગુદ્દા ભાગે જોતા કાળા ડાઘા પડી ગયા હતા. જેથી મે મારા દિકરાને પૂછ્યું તો જણાવ્યું કે મે મારા મિત્ર ઉપર પાણી છોટેલ જેથી તેણે શાળાના સંચાલક કાનજીભાઈ જણાવ્યું હતું. તે વાતથી કાનજીભાઇને કરતા તેઓએ મને શાળાના સ્ટાફ રૂમમાં બોલાવેલ અને સ્ટાફ રૂમની અંદર બોલાવી બહેનોની હાજરીમાં તેમના હાથમાં બેઝ બોલનો ધોકો લઈ ઢોર માર માર્યો હતો.

Advt

[google_ad]

તે તારા ઘરે જઈ કોઇને આ વાત કરતો નહી, તો હવે પછી સ્કુલમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવું કહી ધમકીઓ આપી હતી. જે વાત મને મારા દિકરાએ કરતા મેં તેને તાત્કાલિક વડગામ સરકારી દવાખાને દાખલ કર્યો હતો અને તેમને વડગામ પોલીસ મથકે ગેલેક્સી સ્કૂલના સંચાલક કાનજીભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share