થરાદમાં જમીન વિવાદની અદાવતમાં 5 ઇસમો દ્વારા હુમલો, બે લાખની લૂંટ

Share

થરાદમાં જમીન વિવાદમાં સ્કોર્પિયોમાં આવેલા પાંચ શખસોએ બે યુવક પર હુમલો કરી તીજોરી તોડી બે લાખની લૂંટ કરતાં ખળભળાટ પ્રસરવા પામ્યો હતો. પોલીસે જમીન દલાલ યુવકની ફરિયાદના આધારે બે નામ જોગ અને ત્રણ અજાણ્યા મળીને કુલ પાંચ શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

[google_ad]

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, જમીન લે વેચનો ધંધો કરતા થરાદના મલુપુરના અગજીભાઇ ભલાભાઇ નાઇ અને વાવ તાલુકાના વાવડી ગામના વર્ધાભાઇ કુંભાભાઇ રાજપુત વચ્ચે ડીસા રોડ પર કરણાસર ગામની સીમમાં આવેલ સર્વે નં.287 વાળી જમીન બાબતે વિવાદ ચાલે છે.

[google_ad]

આ બાબતે અગજીભાઇ કોર્ટમાં કેસ લડતાં હોઇ જે જમીન બાબતેની અદાવત રાખી વર્ધાભાઇ કુંભાભાઇ રાજપુત રહે.વાવડી તા.વાવ એ સોમવારે રાત્રે મોબાઇલ પર કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચી લેવા બાબતે ધમકીઓ આપી હતી. ત્યારબાદ મંગળવારની સવારના સુમારે અગજીભાઇ પોતાની થરાદ-ડીસા હાઇવે પર આવેલ ઓફીસ બેઠેલ હતા.

 

[google_ad]

આ વખતે વર્ધાભાઇ કુંભાભાઇ રાજપુત અને ભરત રાજપુત સહિત ત્રણ શખસો એક સ્કોર્પિયોમાં મોઢે રૂમાલ બાંધી હાથમાં ધોકા લઇ આવ્યા હતા. અને અગજીભાઇની ડીસા હાઇવે પર સોનાલિકા ટ્રેક્ટરના શોરુમની બાજુમાં આવેલી ઓફીસમાં તોડફોડ કરી કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું. તેમજ અગજીભાઇને જમણા હાથે ધોકાથી તથા ગડદાપાટુથી માર મારી ઇજા પહોંચાડી હતી. આથી તેને જમણા હાથના અંગુઠે ફ્રેક્ચર થવા પામ્યું હતું.

 

[google_ad]

વધુ હોબાળો થતાં અગજીભાઇને છોડાવવા વચ્ચે પડેલા અજેસીભાઇ પર પણ આવેલા શખસોએ હુમલો કર્યો હતો. તેમજ બાજુના લોખંડના કારખાનામાંથી લોખંડની સળીયો લાવી તેમની ઓફીસમાં રહેલ તિજોરીનું લોક તોડી તેમાં પડેલ રોકડ રકમ રૂપિયા બે લાખની લુંટ કરી હતી. આ અંગે થરાદ પોલીસે ઇ.પી.કો કલમ. 394,323,427,452,507,34 મુજબ પાંચેય શખસો સામે ગુનો દાખલ કરી ઘટનાના સીસીટીવી ફુટેજ એકત્રિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share