ધાનેરાના કુંડી ગામ નજીક ચાર પશુઓ ભરેલું પીકઅપ જીપડાલું ગ્રામજનોએ ઝડપ્યું

Share

ધાનેરાના બોર્ડર પાસે આવેલ કુંડી ગામ નજીક બુધવારે ચાર પશુઓ ભરેલું પીકઅપ જીપડાલું ગ્રામજનોએ ઝડપ્યું હતું. જેમાં જીવદયાપ્રેમીઓએ કતલખાને જતાં ચાર અબોલ પશુઓના જીવ બચાવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પીકઅપ જીપડાલું સહીત ડ્રાઇવરની અટકાયત કરાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના બોર્ડર પાસે આવેલ કુંડી ગામ નજીક બુધવારે ચાર પશુઓ ભરેલું જીપડાલું નં. GJ-23-Y-6576 બાતમીના આધારે ગ્રામજનોએ ઝડપી પાડ્યું હતું.

[google_ad]

જેમાં પીકઅપ જીપડાલામાં ખીચોખીચ ચાર અબોલ પશુઓને કતલખાને લઇ જવાતાં ગૌ રક્ષકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જ્યારે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પીકઅપ જીપડાલું અને ડ્રાઇવરની અટકાયત કરાઇ છે. જીપડાલામાં ચાર પશુઓને કતલખાને લઇ જવાતાં જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ભભૂકી.

 

From – Banaskantha Update


Share