કાંકરેજના ધનેરામાંથી જુગાર રમતાં 32 શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપ્યા

Share

એલ.સી.બી. પોલીસ બુધવારે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કાંકરેજ તાલુકાના ધનેરા ગામની સીમના એક ખેતરમાં હોલ બનાવી હોલની અંદર જુગાર રમતાં ૩૨ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે જુગારનું સાહીત્ય, રોકડ રકમ રૂા. 30,820, મોબાઇલ નંગ-27, પ્લાસ્ટીકના જગ ટેબલ-ખુરશી અને પ્લાસ્ટીકના કોઇન સાથે કુલ રૂા. 1,31,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે શિહોરી પોલીસે 32 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે કાંકરેજ તાલુકાના ધનેરા ગામની સીમમાં કિરણભાઇ પટેલ (રહે. કરણપુર, તા. બહુચરાજી), રાજાભાઇ વેરશીભાઇ રબારી (રહે. ધનેરા, તા. કાંકરેજ) અને રાજાભાઇ વેરશીભાઇ રબારીના ખેતરમાં હોલ બનાવી હોલની અંદર ગંજીપાના વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમી રમાડે છે.

[google_ad]

advt

જે બાતમીના આધારે રેડ કરી 32 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે જુગારનું સાહીત્ય, રોકડ રકમ રૂા. 30,820, મોબાઇલ નંગ-27 કિંમત રૂા. 87,000, પ્લાસ્ટીકના જગ ટેબલ-ખુરશી કિંમત રૂા. 13,700 અને પ્લાસ્ટીકના કોઇન સાથે કુલ રૂા. 1,31,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે શિહોરી પોલીસે 32 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share