હડાદ ગામમાં એલ.સી.બી. પોલીસે જાહેરમાં જુગાર રમતાં ત્રણ શખ્સોને ઝડપ્યા

Share

હડાદ ગામની સીમમાં મંગળવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે રેઈડ કરતાં ત્રણ શખ્સોને રંગેહાથ જાહેરમાં જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે જુગારનું સાહીત્ય અને રોકડ રકમ રૂા. 4,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હડાદ પોલીસે ત્રણ શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, હડાદ વિસ્તારમાં મંગળવારે એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે હડાદની સીમમાં ગંજીપાનાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.

 

[google_ad]

જે બાતમીના આધારે રેઈડ કરતાં સફીકભાઇ મોહમંદભાઇ મેમણ, યુનુસભાઇ સુલેમાનભાઇ મન્સુરી અને સુરેશભાઇ ચુનાભાઇ રાવળ (તમામ રહે. હડાદ) વાળાઓને રંગેહાથ જાહેરમાં જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે જુગારનું સાહીત્ય અને રોકડ રકમ રૂા. 4,250 મુદ્દામાલ જપ્ત કર્યો. આ અંગે હડાદ પોલીસે ત્રણ શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share