ડીસાના બનાસ નદીના પુલ નજીક અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર

Share

ડીસાના બનાસ નદીના પુલ નીચેથી નદીના પટમાંથી એક અજાણ્યા યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પોલીસની ટીમ દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાંથી મંગળવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આ યુવકને લાલ રંગનું બનીયાન અને કાળા રંગની નાઇટી પહેરવા છે. અહીંથી પસાર થતાં ભડથ ગામના સુમેરસિંહ વાઘેલાને બનાસ નદીના આખોલ તરફના પુલની કોઠી નજીક લાશ પડી હોવાની જાણ થતાં સુમેરસિંહ વાઘેલાએ તાત્કાલીક ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી પોલીસને જાણ કરી હતી.

[google_ad]

advt

આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જંગલી જાનવરોએ આ લાશને ક્ષત-વિક્ષત કરી નાખી હોવાના લીધે તેની ઓળખ થઇ શકી નથી. પોલીસે મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે અને વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.

[google_ad]

 

પ્રાથમિક અનુમાન મુજબ, બનાસ નદીના પુલની કોઠી નીચે ભરાતાં પાણીમાં ડૂબી જવાથી આ યુવકનું મોત નિપજ્યું છે અને કોઠીનું પાણી ઓસરી જતાં લાશ બહાર આવતાં લાશની જાણ થઇ છે.

 

From- Banaskantha Update


Share