વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પાવાગઢના ટ્રસ્ટીની અટકાયત કરાઇ : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફરાર

Share

વડોદરા શહેરના ચકચારી હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પાવાગઢ મંદિરના ટ્રસ્ટી આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી અટકાયત કરી લેવામાં આવી છે. સોમવારે મોડી સાંજે આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ સયાજીગંજની હાર્મની હોટલના તથા કુરિયર કંપનીના માલિક કાનજી મોકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, હરિયાણાની 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાયાની ફરિયાદ બાદ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન ભાગતાં ફરતા હતા જેમાંથી એકની અટકાયત થઇ છે.

[google_ad]

પોલીસે મોકરિયાની અટકાયત અંગે જણાવ્યું હતું કે, સયાજીગંજની હાર્મની હોટલના માલિક કાનજી અરજણભાઈ મોકરિયાની (રહે.અલકાપુરી સોસાયટી) ગોત્રી રેપ કેસમાં અટકાયત કરવામાં આવી છે. કાનજી મોકરિયા શરૂઆતથી છેલ્લે સુધી આરોપી રાજુ ભટ્ટ સાથે સંપર્કમાં હતો. આ સાથે મોકરિયા તે ફ્લેટમાં પણ ગયો હોવાનું બહાર આવ્યું છે. કાનજી મોકરિયાએ પીડીતાને તેની હોટલમાં રાખી હતી અને જે દિવસે ગુનો નોંધાયો એ દિવસે રાજુ ભટ્ટ સાથે બેઠક કરીને તેને ભગાડવામાં મદદ કરી હતી, જેથી તેની અટકાયત કરવામાં આવી હતી.

[google_ad]

થોડા દિવસો પહેલા પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ તરફ ભાગ્યો હતો. જેથી પોલીસની એક ટીમ ગાંધીધામ પહોંચી હતી. આ સાથે રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષીતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઇ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી. જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી મહત્વની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પોલીસે સમન જારી કરીને રાજુ ભટ્ટના વેવાઇના પરિવારને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

[google_ad]

સોમવારે મોડી સાંજથી પોલીસની ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા, મિલનપાર્ક સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. રાજુ ભટ્ટની 3 કાર કબજે લેવાની સાથે મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. જ્યારે તેના બેડરૂમમાંથી બ્રાન્ડીની બોટલ પણ મળી હતી. મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ જ રહી હતી. બીજી તરફ આરોપી અશોક જૈન પણ ગુનો નોંધાયા બાદ ઇન્દોર તરફ ભાગ્યો હોવાની બાતમી મળતાં ઇન્દોર તરફ પણ તપાસ કરી રહી છે. પોલીસે અશોક જૈનના પુત્રના મિત્રને પણ પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે બોલાવ્યો હતો.

 

From – Banaskantha Update

 


Share