ડીસાના ભોયણ ગામમાં આર્મી જવાનનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું

Share

ડીસા શહેરને અડીને આવેલા તેમજ પાલનપુર નેશનલ હાઇવે પરના અને ત્રણ હજાર થી વધુ જનસંખ્યા ધરાવતાં ભોયણ ગામનો યુવાન આર્મી માં જોડાઇ તાલીમ પૂર્ણ કરી ગામમાં આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા ડી.જે. સાથે સ્વાગત સન્માન કર્યું હતું.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ગુજરાતના યુવાનો છેલ્લાં દસેક વર્ષથી બી.એસ.એફ, પોલીસ તેમજ આર્મીમાં જવા માટે તનતોડ મહેનત કરી દેશ સેવા માટે જઇ રહ્યાં છે. ત્યારે ડીસા તાલુકાના ભોયણ ગામના અલ્પેશજી ઠાકોર નામનો યુવાન થોડા સમય અગાઉ જ લશ્કરમાં ભરતી થઇ તાલીમમાં ગયો હતો. જો કે, લશ્કરી તાલીમ પૂર્ણ થતાં જ અલ્પેશજી ઠાકોર માદરે વતન ભોયણ ગામમાં આવી પહોંચતાં ભોયણના ગ્રામજનો દ્વારા ડી.જે. ના તાલે લશ્કરી જવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું અને ગામના લોકો દેશભક્તિના ગીત ઉપર ઝુમી ઉઠ્યાં હતાં.

[google_ad]

advt

આ અંગે ભોયણના દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભોયણની ત્રણ હજારથી વધુની જનસંખ્યા સામે અન્ય નોકરીમાં યુવાનો છે પરંતુ લશ્કરી સેવામાં એકમાત્ર અલ્પેશજી ઠાકોરની પસંદગી થઇ તે સમગ્ર ભોયણ ગામ અને ઠાકોર સમાજ માટે ગૌરવની બાબત છે.

 

From – Banaskantha Update


Share