બનાસકાંઠામાં નવરાત્રિ મહોત્સવ રાત્રિના 12:00 કલાક સુધી કોરોના ગાઇડલાઇન મુજબ યોજાશે

Share

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને ડબ્લયુ.એચ.ઓ. દ્વારા વૈશ્વિક મહામારીને લઇ બનાસકાંઠા જીલ્લા જીલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144, ગુજરાત પોલીસ એક્ટની કલમ-43, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અને ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-2020 અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.

[google_ad]

 

 

જેમાં નવરાત્રિ દરમિયાન રાત્રિના 12:00 કલાક સુધી શેરી, સોસાયટી અને ફ્લેટમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દુર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે. ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. આવા આયોજનમાં લાઉડ સ્પીકર કે ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

[google_ad]

advt

પરંતુ પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહી. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

[google_ad]

આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જીલ્લા મહેસુલ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.25/08/2021 થી તા.10/10/2021 સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે આઇ.પી.સી. કલમ-188 અને ગુ.પો.અધિ.કલમ-137 તેમજ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 58 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

From – Banaskantha Update


Share