મુડેઠા ગામના નાળા નજીકથી ભીલડી પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ વોન્ટેડ શખ્સને ઝડપ્યો

Share

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓના વોન્ટેડ શખ્સને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મુડેઠા ગામના નાળા નજીકથી ભીલડી પોલીસે ઝડપી પાડ્યો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ભીલડી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટાફ સાથે વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા.

advt

[google_ad]

તે દરમિયાન બાતમીના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓના વોન્ટેડ રામાજી ઉર્ફે રામુભા બીજોલજી રાઠોડ (રહે. મુડેઠા, ભલાણી પાર્ટી, તા.ડીસા) વાળો મુડેઠા ગામના નાળા નજીક ઉભેલો છે તેવી બાતમી મળી હતી. જેથી શખ્સને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share