રાજસ્થાનમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાનો હુકમ ફટકાર્યો

Share

રાજસ્થાનના શિરોહીના અનાદરા તાલુકાના એક ગામમાં એક વર્ષ અગાઉ 8 વર્ષની બાળકી પર 24 વર્ષિય યુવકે દુષ્કર્મ ગુજારી અને હત્યા કરવામાં આવી હતી. જેનો કેસ શિરોહી કોર્ટમાં સોમવારે ચાલી જતાં કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના શિરોહી જીલ્લાના અનાદરા તાલુકાના એક ગામમાં તા. 25-સપ્ટેમ્બર-2020 માં એક 8 વર્ષની બાળકી પર નોકારામ ઉર્ફે ભારમારામ માલારામ ગરાસિયા (ઉં.વ. 24, રહે. તેલપીખેડા, તા.અનાદરા) એ દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. જે અંગેની ફરિયાદ અનાદર પોલીસ મથકે નોંધાવા પામી હતી.

[google_ad]

advt

જે બાદ આરોપી ઘણા દિવસો સુધી ફરાર રહ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ આરોપીની અટકાયત કરી હતી. આ કેસ સોમવારે શિરોહી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રકાશ ધવલેની દલીલોને ધ્યાને લઇ જજ અજીતાભ આચાર્યએ આરોપીને ફાંસીની સજાનો હુકમ ફટકાર્યો હતો. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

[google_ad]

 

 

આ અંગે સરકારી વકીલ પ્રકાશ ધવલેએ જણાવ્યું હતું કે ‘કોર્ટે આ જઘન્ય અપરાધ માટે મહત્વનો નિર્ણય આપ્યો છે. ટ્રાયલ દરમિયાન 24 સાક્ષીઓના નિવેદનો લેવાયા હતા. તે જ સમયે કોર્ટમાં તબીબી પૂરાવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જે કોર્ટે સ્વીકાર્યા હતા અને સોમવારે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.’

 

 

From – Banaskantha Update

 


Share