ડીસામાં રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા

Share

 

ડીસાની લચ્છાજીની ચાલીમાં સોમવારે એક રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો જાણે સક્રીય થયા હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે આવેલ લચ્છાજીની ચાલી નજીક તાલુકા પ્રાથમિક શાળા પાસે રહેતાં જેસીંગભાઇ મણીલાલ મોચી દરજી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

 

સોમવારે સવારે 11 વાગ્યે જેસીંગભાઇ મોચી પોતાના ઘરેથી બજાર ખાતે આવેલી પોતાની ટ્રેલરની દુકાને ગયા હતા. જેસીંગભાઇની પત્ની સવિતાબેન પોતાના ઘરે હતા. સોમવારે દિવસના બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેસીંગભાઇના પત્ની સવિતાબેનને પગે તકલીફ હોવાથી દવા લેવા ઘર બંધ કરી દવા લેવા ગયા હતા.

 

 

જે બાદ ઘરે આવતાં તેમને પોતાના મકાનનું તાળું તૂટેલી હાલતમાં હોવાથી સવિતાબેને તેમના પતિ જેસીંગભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે, આપણા ઘરે ચોરી થઇ છે તમે ફટાફટ ઘરે આવો ત્યારે જેસીંગભાઇ મોચી પોતાની દુકાન બંધ કરી તાત્કાલીક ઘરે દોડી આવ્યા હતા

 

 

અને ઘરે આવી જોતાં મેઇન દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ તિજોરીને તોડી અંદર પડેલ બે સૂટકેશ જેમાં પડેલા રૂ. 10,000 રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટ પડયા હતા. તે બે સૂટકેશ અજાણ્યા તસ્કરો ઉઠાવી ફરાર થઇ ગયા હતા.

 

 

જે બાદ તાત્કાલીક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મકાન માલિક જેસીંગભાઇ મોચીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

જે બાદ મંગળવારે વહેલી સવારે જેસીંગભાઇ મોચીના ઘરેથી થયેલ બે સૂટકેશ ચોરી થયેલ તે પાણી પુરવઠા સરકારી વસાહતમાં મળી આવતાં જેસીંગભાઇ મોચીએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી બે સૂટકેશનો કબજો મેળવી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 

 


Share