ડીસાની દીકરીને સાસરિયા દ્વારા ત્રાસ આપી દહેજની માંગણી કરતા ફરિયાદ નોંધાઇ

Share

ડીસાની દીકરીને તેના સાસરીમાં તેનો પતિ અને સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હેરાન પરેશાન કરતા ડીસાની દીકરીએ તેના પતિ અને સસરા વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

 

[google_ad]

મહિલાઓ પર અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને સાસરી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી ઘરેથી કાઢી મુકવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ડીસાના વાડીરોડ નહેરુનગર ટેકરા ખાતે આવેલ મેલડી માતાના મંદિરની પાછળ તુરિવાસ ખાતે રહેતા પૂજાબેન અમરાજી બારોટ તેના લગ્ન આજથી બે વર્ષ પહેલાં રાજસ્થાન પાલી તાલુકાના મેવીખુર્દ ગામે રહેતા પ્રકાશભાઈ લક્ષ્મણજી વાદી સાથે સમાજના રીતિરિવાજ પ્રમાણે થયા હતા.

 

[google_ad]

લગ્ન થયા બાદ પૂજાબેનના સાસરિયા દ્વારા શરૂઆતમાં સારી રીતે રાખતા પૂજાબેનને સંતાનમાં એક દીકરી છે. દીકરીનો જન્મ થયા બાદ પૂજાબેનના પતિ પ્રકાશભાઈ અને સસરા લક્ષ્મણજી કહેતા કે તારા પિતાએ કરિયાવરમાં કઈ આપ્યું નથી તેમ કહી મહેણાં ટોણા મારતા તેમજ પૂજાબેનના પતિ પ્રકાશભાઈ કહેતો કે મારે મોટર સાઇકલ લાવવું છે. તો તારા પિતાના ઘરેથી પચાસ હજાર રૂપિયા લઈ આવે તેમ કહેતા પૂજાબેન કહેલ કે મારા પિતા મજૂરી કરે છે. તેમના પાસ પૈસા ક્યાંથી હોય તેમ કહેતા પૂજાબેનના પતિ પ્રકાશભાઈ અવાર નવાર કહેતા કે તું ભીખારણ છે. તે દહેજમાં પણ કઈ લાવ્યું નથી તેમ કહી મહેણાં ટોણા મારતા.

 

[google_ad]

છતાં ઘર સંસાર ન બગડે જેથી પૂજાબેન મુંગા મોઢે સહેન કરતા પરંતુ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા આખરે પૂજાબેને ત્રાસ વધુ આપતા પૂજાબેન તેમની દીકરીને પહેરેલા કપડે ડીસા ખાતે તેમના પિતાના ઘરે આવી ગયેલ જે બાદ પૂજાબેનના પરિવારએ પૂજાબેનનું લગ્ન જીવન ન બગડે જેથી સમાજના આગેવાનોને પૂજાબેનના સાસરી પક્ષવાળાને સમાધાન કરવાની વાત કરેલ છતાં પણ પૂજાબેનના સાસરી પક્ષ દ્વારા કોઈ જ તૈયાર થયેલ નહિ જે બાદ ડીસા ઉત્તર પોલીસ મથકે પૂજાબેન અમરાજી બારોટે તેના પતિ પ્રકાશભાઈ લક્ષ્મણજી વાદી થતા તેમના સસરા લક્ષ્મણજી લૂંબાજી વાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share