પાલનપુરમાં ડ્રોના નામે 86 લાખની છેતરપિંડી આચરાઈ

Share

પાલનપુરમાં જય ગોગા મંડળ આયોજિત ડ્રો સિસ્ટમના સંચાલકોએ ડ્રોના નામે એજન્ટો રોકીને પૈસા બચત કરવાની સ્કીમ બહાર પાડી અને 86 લાખ ભેગા કરી ફૂલેકુ ફેરવીને પલાયન થઈ ગયા હોવાના આક્ષેપ સાથે સોમવારે આ ડ્રો સિસ્ટમમાં કામ કરતા ચાર જેટલા એજન્ટો સામે ફરિયાદ કરવા 14 જેટલા ગ્રાહકોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લેખિત અરજી આપી હતી.

 

[google_ad]

પાલનપુર શહેરમાં લોભામણી લાલચ આપી ડ્રો સિસ્ટમ શરૂ કરીને એજન્ટો નિમવામાં આવ્યા હતા અને દરેક એજન્ટને આ ડ્રો સિસ્ટમમાં ગ્રાહક બનાવીને પ્રતિ ગ્રાહક દીઠ દર માસે રૂ.1000 લેખે ઉઘરાવવા જણાવવામાં આવ્યું હતુ અને તેની સામે એજન્ટોને મફતમાં ટીકીટ આપવાની લાલચ અપાઈ હતી.

 

[google_ad]

જે સ્કીમમાં અલગ-અલગ એજન્ટોએ મોટી સંખ્યામાં ટીકીટો વેચી ગ્રાહકો પાસેથી દર મહિને પૈસા ઉઘરાવી ઓફિસે જમા કરાવતા હતા. લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ અને ઓફિસે જમા કરાવ્યા બાદ એકાએક આ સ્કીમની ઓફીસ જ બંધ થઇ જતા 86 લાખ રૂપિયાનુ ફૂલેકું ફેરવાયું હોવાનું એજન્ટોને ધ્યાને આવ્યું હતુ.

 

[google_ad]

ત્યારબાદ જેમના પૈસા આ સ્કીમમાં ફસાયા હતા તે ગ્રાહકો પણ એજન્ટો પાસે પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી એજન્ટોએ પાલનપુર જુના આરટીઓ ઓફિસ એક શો રૂમના બાજુમાં ઓફિસ આવેલી છે. જેને લઇ ડ્રો સિસ્ટમના સંચાલકો સામે પગલા ભરવાના આક્ષેપો સાથે 14 જેટલા એજન્ટોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે. જેમાં 86,46,000ની છેતરપીંડીનો આક્ષેપ કરાયો છે.

Advt

[google_ad]

જય ગોગા ડ્રોમાં અલગ અલગ ત્રણ ગ્રુપ હતા જેમાં એજન્ટોને લાલચ આપી 20,30,50,100 જેટલી કૂપનો આપી હતી. વિશ્વાસ લઈ ટિકિટો વધુ આપી વધુ રૂપિયા મળતા ડ્રો સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કર્યા હતા તેવા એજન્ટોએ આક્ષેપો કર્યા હતા.

 

[google_ad]

નીચે આપેલ લોકો સામે એજન્ટોએ અરજી આપી:-

મહેશભાઈ ગણેશભાઈ પ્રજાપતિ, ગણેશભાઈ કાળુભાઇ પ્રજાપતિ (બંને રહે.લુણવા,તા.પાલનપુર)
ભરતભાઈ નાનજીભાઈ પ્રજાપતિ (રહે.મલાણા, પાલનપુર)
મયુરભાઈ નટવરભાઈ ઠાકર (રહે.બીજેશ્વર કોલોની, પાલનપુર)

ડ્રોમાં બુલેટ, કાર સોનાના હાર, ચાંદીની લાલચ અપાઇ. છેતરપિંડી આચરનારી ટોળકીએ છપાવેલા ડ્રો- કાર્ડમાં ગ્રાહકોને બુલેટ, કાર સોનાના હાર, ચાંદીની લાલચ અપાઇ હતી.

 

From – Banaskantha Update


Share