ડીસાના 70 તલાટીઓ સરકાર પાસે માંગણીને લઇ પંચાયતનું કામકાજ બંધ કરી વિરોધ દર્શાવ્યો

Share

છેલ્લા ઘણા સમયથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના તલાટીઓએ સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા તેમની રજૂઆતો પૂરી ન કરવામાં આવતા આજે આ તમામ તલાટીઓએ પંચાયતમાં કામકાજ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.

[google_ad]

ડીસા તાલુકાના 70 ગ્રામ પંચાયતના તલાટીઓ સરકાર પાસે વિવિધ માંગણીઓને લઇ પંચાયતનું કામકાજ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓએ સરકારમાં વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી છે.

[google_ad]

તેમ છતાં પણ સરકાર દ્વારા આજદિન સુધી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓની માંગણીઓ પૂરી કરવામાં આવી નથી જેના કારણે તલાટીઓએ અગાઉ પણ સરકારના વિરોધમાં અનેકવાર વિરોધ પ્રદર્શન કર્યા છે. તેમ છતાં પણ આજદિન સુધી સરકારે તલાટીઓની માંગણી પૂર્ણ કરી નથી ત્યારે આજે ડીસા તાલુકાના 70 ગ્રામ પંચાયતના તલાટીઓએ પંચાયતમાં ફરજ પર હાજર રહી કામકાજ બંધ રાખ્યું હતું.

 

[google_ad]

તલાટીઓ દ્વારા પંચાયતમાં આજે સોમવારના દિવસે કામકાજ બંધ રખાતા અરજદારો પોતાના કામ પર ભારે હાલાકી ભોગવી હતી આ અંગે ડીસાના તલાટીઓએ જણાવ્યું હતું કે, આજે એક દિવસ માટે તમામ પંચાયત ઉપર સંપૂર્ણપણે કામકાજ બંધ રાખી સરકારનો વિરોધ દર્શાવ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં સરકાર અમારી માંગણી પૂર્ણ નહીં કરે તો આવનારા સમયમાં અનેક કાર્યક્રમો સરકાર વિરોધમાં કરવામાં આવશે.

 

From – Banaskantha Update


Share