પાટણના હારીજ-ચાણસ્મા હાઇવે પર અકસ્માત બાદ ચાલક વગર 500 મીટર બાઇક દોડયું : વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ

Share

પાટણ જીલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને કોઈ વાહન ચાલકે પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો. ત્યારબાદ ચાલક વગર બાઈક 500 મીટર જેટલુ દોડયું હતું અને આગળ જઈ રોડ ઉપર બાઈક પલ્ટી ખાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. આ વિચિત્ર પ્રકારના અકસ્માતનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાટણ જીલ્લાના હારીજ-ચાણસ્મા હાઈવે રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહેલા બાઈક ચાલક યુવકને પાછળથી કોઈ વાહન ચાલકે ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. ત્યારબાદ ચાલક વગર બાઈક રોડ ઉપર 500 મીટર જેટલું દોડયું હતું અને આગળ જતાં રોડ પર બાઈક પલ્ટી ખાઈ ગયું હતું.

[google_ad]

Advt

આ બાબતે હકીકત જાણવાનો પ્રયાસ કરતાં બાઈક ચાલકને સામાન્ય ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે તેમજ બાઇકને પણ સામાન્ય નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા આ વિડીયોને લઈને લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઇ હોવાનું જાણી શકાયું ન હતું.

 

From – Banaskantha Update


Share