ભીલડી પોલીસે 2 બાઈક સાથે બે શખ્સોને વાહનચોરીના ગુન્હામાં ઝડપી પાડ્યા

Share

બનાસકાંઠા જીલ્લાઓમાં ગુનાહિત પ્રવુતિઓમાં દિન પ્રતિદિન વધારો થતો જી રહ્યો છે. જીલ્લામાં ચોરી, લુંટ અને વાહન ઉઠાંતરીઓના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ભીલડી પોલીસે બે બાઈક ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

[google_ad]

ભીલડી પોલીસ સ્ટેશન તશા એલસીબીની ટીમ સંયુક્ત રીતે વાહનચોરીના ગુના શોધી કાઢવા ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચેકીંગમાં હતા તે દરમ્યાન અરણીવાડા રોડ તરફથી મુડેઠા ગામ તરફ બે મોટર સાયકલ આવતા જે બંને શંકાસ્પદ જણાતાં બંનેને રોકી તે મોટર સાયકલ ચાલકોના નામઠામ પુછતાં (1) વિક્રમજી અજમલજી જાતે રાઠોડ ઉ.વ.25 ધંધો.મજુરી રહે.મુડેઠા (ભલાણી પાર્ટી) તા.ડીસા તથા (2) રણજીતજી સોવનજી જાતે રાઠોડ ઉ.વ.26 ધંધો.મજુરી રહે.મુડેઠા (ભલાણી પાર્ટી) તા.ડીસાના હોવાનુ જણવ્યું હતું.

[google_ad]

પરંતુ જેઓની પાસેના મોટર સાયકલોના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ તથા સંતોષ કારક જવાબ ન આપતા બંને ઇસમોએ મોટર સાયકલો બાબતે કોઇ પુરાવા રજું કરેલ ન કરતા અને રાત્રીના સમયે મળી આવેલ હોઇ જેથી પકડાયેલ ઇસમો પર સી.આર.પી.સી.ક. 41(1)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી બંને મોટર સાયકલો સી.આર.પી.સી 102 મુજબ ક્બ્જે કરવામાં આવ્યા.

 

[google_ad]

બાદમાં બંને ઈસમોની વધુ પુછપરછ કરતાં તેઓએ એકરાર કરેલ કે સદરી બંને બાઈકો પૈકીની એક બાઈક આજથી ચારેક માસ અગાઉ પાલનપુર શહેરમાંથી તથા બીજી બાઈક એકાદ મહિના અગાઉ ડીસા મહાકાલી પાન પાર્લર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલ્યું હતુ.

Advt

[google_ad]

મોટર સાયકલોનુ વર્ણન – (1) હીરો કંમ્પનીનું HF ડીલ્કસ લાલ પટાવાળુ રજી.નંબર GJ-08-AK-9098 ચેચીસ નં.MBLHA11AEE9E46208 તથા એન્જીન નં.HA11EFE9E56096 જેની કિ.રુ 20,000/-ની મતાનુ. (2) હીરો કંમ્પનીનું HF ડીલ્કસ વાદળી પટાવાળુ રજી.નંબર GJ-08-AK-5946 ચેચીસ નં.MBLHA11EU D9H12368 તથા એન્જીન નં.HA11EG09K02666 જેની કિં રુ 20,000ના બે બાઈકો સાથે બે ઇસમોને પોલીસે ઝડપી કાર્યવાહી કરી.

 

[google_ad]

જેથી સદરી બંને મોટર સાયકલો બાબતે એલસીબી ટેકનીકલ સેલ તથા પોકેટ કોપમાં તપાસ કરાવતા નીચે મુજબના વાહનચોરીના ગુન્હા ડિટેક્ટ કર્યા.

(1) પાલનપુર પશ્ચિમ પો.સ્ટે ભાગ એ ગુ.ર.નં.1119501021046/2021 ઇ.પી.કો કલમ 379 મુજબ(વાહન ચોરી)
(2) ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે ભાગ એ ગુ.ર.નં.11195004210935/2021 ઇ.પી.કો કલમ 379 મુજબ(વાહન ચોરી)

 

From – Banaskantha Update


Share