રાધનપુરમાં યુવકને સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11 લાખની છેતરપિંડી કરતાં 6 શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ

Share

રાધનપુર તાલુકાના અમીરપુરા ગામના યુવકને 6 શખ્સોએ વિશ્વાસમાં લઇને પટાવાળા, કલાર્ક અને તલાટીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂ. 11 લાખ 7 હજારની છેતરપિંડી આચરતાં ભોગ બનેલા યુવકે રાધનપુર પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આરોપીઓએ અમીરપુરા ગામના નરસિંહભાઇ નામના યુવકને વિશ્વાસમાં લઇને પટાવાળા, કલાર્ક અને તલાટીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને તેના નામના ઓર્ડરો તેમજ સિલેક્શન યાદીઓ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરતાં પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

[google_ad]

Advt

 

યુવક નરસિંહ પરમારને તેની જ સમાજના રામસી લાધાભાઇ પરમારે જાળમાં ફસાવ્યો હતો. યુવક રામસી નામના આરોપીને છેલ્લા છ-સાત વર્ષથી ઓળખતો હોવાથી વાતોમાં આવી ગયો હતો. ગત. તા. 01/11/2020 ના રોજ રામસીએ યુવકને ફોન કરીને રાધનપુર બસ સ્ટેન્ડે બોલાવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારા મિત્ર કિશન મગનભાઇ પરમારે મારા દિકરા ભાવેશને રાજ્ય અનામત પોલીસ દળ સેનાપતિ કચેરી ગૃપ-16 ભચાઉ ખાતે પટ્ટાવાળા તરીકે નોકરીએ લગાવ્યો છે.

[google_ad]

 

 

ત્યારબાદ રામસી પરમારે યુવકને વન રક્ષકમાં ડ્રાઇવર તરીકે નોકરી અપાવવાની વાત કરી હતી. યુવક બેરોજગાર હોવાથી તેમની વાતોમાં આવી ગયો હતો. ત્યારબાદ રામસી પરમારે યુવકને કિશન પરમાર નામના શખ્સનો નંબર આપ્યો હતો. યુવકે કિશનને કોન્ટેક કરી તેના ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. ત્યારબાદ કિશન પરમારે યુવકનુ નામ સિલેક્ટ થયાની એક ફાઇલ વોટ્સએપમાં મોકલી હતી.

[google_ad]

 

ફાઇલ મોકલ્યાના બે દિવસ બાદ કિશને યુવકને ફોન કરીને ગાંધીનગરથી બાબુ સોલંકી નામના વ્યક્તિને રૂ. બે લાખ આપવા જણાવ્યું હતું અને યુવકે આપ્યા હતા. ત્યારબાદ જોઇનિંગ લેટર આપવાના બહાને બીજા ત્રણ શખ્સો સાથે મળીને રૂ. 11 લાખ 7 હજારની છેતરપિંડી કરતાં યુવકે રાધનપુર પોલીસ મથકે રામસી પરમાર, કિશન પરમાર, બાબુ સોલંકી, ઇમરાન દિવાન, મનોજ પરમાર અને સૈયદ અસલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી ચક્રો ગતિમાન કર્યા છે.

[google_ad]

 

આ લોકો નોકરીની લાલચમાં ઠગાયા

(1) મેહુલકુમાર ત્રિભોવનદાસ ચૌહાણ (રહે.રાજકોટ, આજીડેમ)
(2) કાજલબેન નાવદાસભાઇ સોલંકી (રહે.રાજકોટ, આજીડેમ)
(3) મનિષાબેન ભાવદાસભાઈ સોલંકી (રહે.રાજકોટ, આજીડેમ)
(4) રાહુલભાઇ બાવદાસભાઇ સોલંકી (રહે.રાજકોટ, આજીડેમ)
(5) દિપકભાઇ માધવદાસ ચૌહાણ (રહે.રાજકોટ આજી ડેમ)
(6) કેતનભાઇ હરેશભાઇ ધોળકીયા (રહે.અમદાવાદ બહેરામપુરા)
(7) ભાવેશભાઇ ભરતભાઇ જાદવ (રહે.રાધનપુર)

[google_ad]

 

આ 6 શખ્સો સામે ફરિયાદ
(1) રામસીભાઇ લાધાભાઇ સોમેશ્વરા (રહે.માત્રોટા, તા.સમી)
(2) કિશનભાઇ મગનભાઇ પરમાર (રહે.શંખેશ્વર)
(3) બાબુભાઇ સોલકી (રહે.સચિવાલય, ગાંધીનગર)
(4) ઇમરાનભાઇ દિવાન (રહે. સમી)
(5) મનોજકુમાર રામસીભાઇ સોમેશ્વરા (રહે.માત્રોટા, તા.સમી)
(6) સૈયદ અસલમ કયામીયા (રહે.સમી)

[google_ad]

 

 

રામસીભાઇ લાધાભાઇ સોમેશ્વરાના બેંક ખાતામાં કુલ રૂ. 1.65 લાખ મેહુલભાઇ ત્રિભોવનભાઇએ ગુગલ-પેથી ટ્રાન્સફર કર્યા હતા.
ઇમરાનભાઇ દિવાનના ગુગલ-પે નંબર એકાઉન્ટમાં કુલ રૂ. 2.42 લાખ મેહુલભાઇ ત્રિભોવનભાઇએ અને નરસિંહે રૂ. 3 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
સૈયદ અસલમ કયામીયાના બેંક એકાઉન્ટમાં નરસિંહે કુલ રૂ.1.15 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.

[google_ad]

 

 

આ અંગે તપાસ અધિકારી રાધનપુર પી.આઈ આર.કે.પટેલે જણાવ્યું હતું કે, હાલમાં 5 આરોપીને કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં આ લોકોએ ફરિયાદીને પોતાને સરકારી ઓર્ડર મળ્યો હોવાનું ખોટા ઓર્ડર બતાવી વિશ્વાસમાં લઇને મોટી રકમ નોકરી આપવવાની લાલચ આપીને લીધી હોવાનું જાણવા મળ્યું છે.

 

From – Banaskantha Update


Share