સ્પિનર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી : કહ્યું- ટીમના સાથી ખેલાડીઓની કમી વર્તાશે

Share

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયની જાહેરાત કરી છે. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે હું મારી ટીમના સાથી ખેલાડીઓ સાથે બહાર ફરવાનું મિસ કરીશ, હું દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ વિરુદ્ધ નર્વસ ભાવના સાથે નહીં રમું, જેમાં બોલિંગ પણ સામેલ છે. હું મારા સર્વશ્રેષ્ઠ બોલ પર કોઈને પણ આઉટ કરી શકતો હતો. મોઈનના સંન્યાસ બાદ ઇંગ્લેન્ડ ટીમને તેની કમી વર્તાશે. તે સાત વર્ષથી પોતાના દેશ તરફથી ટેસ્ટ રમી રહ્યો હતો.

[google_ad]

સાત વર્ષ પહેલાં 12 જૂન, 2014ના રોજ મોઈન અલીએ શ્રીલંકા સામે લોર્ડ્સમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ઈંગ્લેન્ડ તરફથી અત્યારસુધી 64 ટેસ્ટ રમ્યો છે. તેણે 2914 રન બનાવ્યા છે અને 195 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 155 રન છે. જ્યારે 53 રનમાં 6 વિકેટ એ તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. તેણે 2 સપ્ટેમ્બર, 2021ના રોજ લંડનની ધ ઓવલમાં ભારત સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.

[google_ad]

Advt

 

મોઈન અલીએ 2019માં 5 ટેસ્ટ મેચ રમ્યા બાદ અનિશ્ચિતકાળ માટે બ્રેક લીધો હતો. ત્યાર બાદ ભારત પ્રવાસ પર તેની વાપસી થઈ હતી. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેણે 3 ટેસ્ટ મેચ રમી હતી. જોકે આ દરમિયાન તેનું પ્રદર્શન ઠીક રહ્યું હતું.

[google_ad]

 

 

આ વર્ષના અંતમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એશિઝ સિરીઝ રમવા જશે, જેની શરૂઆત ડિસેમ્બરથી થશે. તેવામાં મોઈન અલીનું ટીમમાં ન હોવું ઈંગ્લેન્ડ માટે મોટી આફત બની શકે છે, કેમ કે મોઈન અલી બોલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકતો હતો.

[google_ad]

 

મોઈન અલી હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં રમી રહ્યો છે. તે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સનો તરફથી રમી રહ્યો છે. તે આ સીઝનમાં સી.એસ.કે. માટે ખૂબ સફળ રહ્યો છે. મોઈને આઇ.પી.એલ. 2021માં 9 મેચમાં 261 રન બનાવ્યાં છે, જેમાં અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

 

From – Banaskantha Update


Share