ડીસાની નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટે પોકસોના આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો

Share

ડીસાની નામદાર બીજી એડીશનલ સેશન્સ કોર્ટે પાલનપુર તાલુકાના કુંભાસણના પોકસોના આરોપીને પાંચ વર્ષની સાદી કેદ અને રૂ. 25 હજારનો દંડ ફટકારી ચૂકાદો કર્યો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં સ્ત્રીઓ પર થતાં અત્યાચારને અટકાવવા માટે કોર્ટ દ્વારા સમાજમાં દાખલા રૂપ બેસે તેવા મહત્વના ચૂકાદા કરવામાં આવે છે. ત્યારે એક મહત્વનો ચૂકાદો ડીસાની કોર્ટ કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે રહેતાં લક્ષ્મણભાઇ હીરાભાઇ પરમાર ચાર વર્ષ અગાઉ 13 વર્ષીય બાળા સાથે શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સમયે ઓફીસમાં એકલી બોલાવી 13 વર્ષીય બાળા સાથે શારીરિક અડપલાં કરી બિભત્સ માંગણી કરતાં ભોગ બનનાર 13 વર્ષીય બાળાએ ડીસા તાલુકા પોલીસ મથકે આરોપી લક્ષ્મણભાઇ હીરાભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

advt

જે બાદ ડીસા તાલુકા પોલીસ દ્વારા તપાસ કરી પોકસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ આ કેસ ડીસાની નામદાર બીજી એડીશનલ સેશન્સ જજ મે. બી.જી. દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નિલમબેન એસ.વકીલ દ્વારા સગીર વયની દીકરીઓ પર થતાં અત્યાચારના કેસમાં વધુમાં વધુ સજા કરવા ભારપૂર્વક દલીલો કરતાં નામદાર કોર્ટે ગ્રાહય રાખી આરોપી લક્ષ્મણભાઇ હીરાભાઇ પરમાર (રહે.કુંભાસણ, તા.પાલનપુર) વાળાને કસૂરવાર ઠેરવી પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો તેમજ જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે.

 

From – Banaskantha Update


Share