પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની જાતિય સતામણી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

Share

પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પ્રેરીત જાતિય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત જીલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતી મહિલાઓ અને પુરૂષોને કાયદાકીય માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

[google_ad]

આ પ્રસંગે સેમિનારના વક્તા પ્રો. ર્ડા. અવનીબેન આલે જણાવ્યું હતું કે, સ્ત્રીને તેના સૌદર્ય અને ઉપભોગની વસ્તુ તરીકે નહીં પરંતું સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે. તેમણે પુરૂષ આધિપત્યવાળા સમાજની ટીકા કરતાં કહ્યું કે, મહાભારત કાળથી સ્ત્રીઓની સતમાણી કરવામાં આવે છે, દ્રોપદીના ચીરહરણએ પણ જાતિય સતામણી જ છે. સ્ત્રીના શરીરને જ નહીં તેના મન, મસ્તિષ્ક પર અસર કરતુ વર્તન પણ જાતિય સતામણી છે. સ્ત્રીને ન ગમતું દરેક કૃત્યએ જાતિય સતામણી છે.

[google_ad]

સ્વતંત્રતા પછી ભારતીય સંવિધાને મહિલાઓને અનેક હક્કો અને અધિકારો આપી સુરક્ષા પુરી પાડી છે, સ્ત્રીઓ પર થતાં અત્યાચારોને રોકવા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. કામના સ્થળોએ સતામણી રોકવા માટે દરેક કચેરીઓમાં આંતરીક ફરીયાદ સમિતિ બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે અને આ સમિતિને દિવાની કોર્ટ જેવી સત્તાઓ અપાઇ છે. સમાજમાં મહિલાઓ માનભેર જીવન જીવી શકે તે માટે આપણા બંધારણે સ્ત્રીઓને પુરતા હક્કો અને અધિકારો આપ્યા છે તેનો અત્યાચાર અને દમન સામે ચોક્કસ ઉપયોગ કરવો જોઇએ પરંતું સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની પાતળી ભેદરેખા સમજી સ્ત્રીઓએ પણ ખોટા આક્ષેપો કે ફરીયાદોથી દૂર રહેવું જોઇએ. તેમણે પુરૂષોને ટકોર કરતાં જણાવ્યું કે, સમય ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે ત્યારે પુરૂષોએ પણ માનસિકતા બદલવાની જરૂર છે.

[google_ad]

સેમિનારના વક્તા એડવોકેટ ધર્મેન્દ્રભાઇ સોનગરાએ કાયદાકીય માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આપણી રૂઢીચુસ્ત માનસિકતાને કારણે આજે પણ મહિલાઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની આગળ વધે તે માટે ભારતીય બંધારણે સમાન વેતન, સમાન કામના કલાકો, રક્ષણ વગેરે હક્કો આપ્યા છે. સ્ત્રીઓ પર થતાં અત્યાચારો અટકાવવા ભારતીય ફોજદારી ધારામાં જોગવાઇ કરવામાં આવી છે અને તેની કલમ-354 હેઠળ જાતિય સતામણી, શારીરિક સ્પર્શ, ઇશારાઓ, બિભત્સ વર્તન, સ્ત્રીનું અપમાન થાય તેવો વ્યવહાર કરવો, પીછો કરવો વગેરે પર લગામ કસવા કલમ- 354 માં ઉમેરો કરી 354 (એ) (બી) (સી) ઉમેરવામાં આવી છે.

[google_ad]

Advt

આ ઉપરાંત બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા કડક સજા ફરમાવવામાં આવે છે. સગીર વયની દિકરી સાથે બળાત્કાર અથવા ગેંગ રેપના કિસ્સામાં ફાંસીની કડક સજાની જોગવાઇ છે. ઘરમાં પોતાના પતિ, સાસુ-સસરા કે ઘરના અન્ય સભ્યો દ્વારા થતી સતામણી અટકાવવા ઘરેલું હિંસા અધિનિયમ પણ બનાવાયો છે. લીવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓને પણ કાયદો રક્ષણ પુરૂ પાડે છે. મહિલાઓએ કોઇનાથી ડરવાની જરૂર નથી પરંતું આપણો સમાજ સંબંધોથી ટકેલો છે, લગ્ન બાદ મહિલાઓએ પણ એડજસ્ટ થઇ સુખી સંસાર જીવન જીવવું જોઇએ. આપણી સુરક્ષા અને સલામતિ માટે બનાવાયેલા કાયદાનો ઉપયોગ રક્ષણ માટે ચોક્કસ કરીએ પરંતું હથિયાર તરીકે નહીં

[google_ad]

 

આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પી. કે. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેણાત, મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફ સહિત જીલ્લાની વિવિધ કચેરીઓના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share