ડીસાના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં પાકો ઉપર નુકશાનનો સંકટ

Share

બનાસકાંઠામાં રવિવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થવા પામ્યું છે. ત્યારે ડીસા તાલુકાના કંસારી સહીત આજુબાજુના ગામોમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઇ જતાં ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઇ જતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.

[google_ad]


હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જીલ્લામાં નીચાણવાળા વિસ્તારોેમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતાં અનેક જગ્યાએ મોટું નુકશાન થવા પામ્યું હતું.

[google_ad]

 

 

ડીસા તાલુકાના કંસારી, બાઇવાડા અને ઝેરડા સહીતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હતા. 24 કલાક થવા આવ્યા છતાં હજુ સુધી ખેતરોમાં વરસાદી પાણી હોવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેથી ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

[google_ad]

ડીસા તાલુકાના કંસારી ગામ એ પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતરોમાં વાવેલો પાક મગફળી, કપાસ અને બાજરી સહીતના પાકોમાં વરસાદી પાણી ફરી વળતાં ખેતરમાં કંઇ જ બચ્યું નથી. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી સરકાર સર્વે કરી કોઇ પેકેજ જાહેર કરે તો અમે બચી શકીએ.

[google_ad]

ચોમાસાની શરૂઆતમાં જ મોંઘાદાટ બિયારણો લાવી ખેડૂતોએ વાવણી કરી હતી. જે બાદ વરસાદ ખેંચાતાં ખેડૂતો પર મુશ્કેલી તોળાઇ રહી હતી. પરંતુ જે બાદ રવિવારે પડેલા ભારે વરસાદના કારણે કંસારી ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા અને હજુ પણ રવિવારે આવેલા વરસાદનું પાણી ખેતરોમાં યથાવત છે.

[google_ad]

 

અંદાજીત 500 વીઘા જમીનમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ રહેતાં ખેડૂતોએ વાવેલા મગફળી અને કપાસ સહીતના પાકને ભારે નુકશાન થયું છે.

[google_ad]

 

મોંઘાદાટ બિયારણો લાવી દિવસ-રાત મહેનત કરી ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો. પણ તોફાની વરસાદે તેના પર પાણી ફેરવી દેતાં આ વિસ્તારના ખેડૂતોને અંદાજીત રૂા. 5 કરોડનું નુકશાન થયું હોવાનું અંદાજ છે.

From – Banaskantha Update

 


Share