દાંતામાં મોરવા હડફના ધારાસભ્યને આદિજાતિ મંત્રી પદથી હટાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું

Share

દાંતામાં મોરવા હડફના ધારાસભ્ય જેઓ ખોટા આદિવાસી પ્રમાણપત્રને લઇને વિવાદમાં ઘેરાયેલા છે. આ બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશીનથી કેસ ચાલુ છે.

[google_ad]

દાંતામાં સાચા આદિવાસી અધિકાર બચાવ લડત સમિતિ દ્વારા ખોટું આદિજાતિનું પ્રમાણપત્ર ધરાવતા મંત્રીને હટાવવા દાંતા મામલતદારને આવેદનપત્ર અપાયું.

[google_ad]

દાંતામાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારનું ખોટા આદિવાસી પ્રમાણપત્રને લઇને વિવાદમાં સપડાયા છે. ત્યારે સાચા આદિવાસી અધિકાર બચાવ લડત સમિતિ દ્વારા ખોટું આદિજાતિનું પ્રમાણપત્ર ધરાવતા મંત્રીને પદ પરથી દૂર કરવા સમિતિના સભ્યો સોમવારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાંતા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જ્યારે સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહી કરીને મંત્રી વિરૂધ્ધ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share