ડીસામાં પાડાના વાંકે પખાલીને ડામ : હાઇવે ઓથોરીટીની બેદરકારીથી પોલીસ પરેશાન

Share

ખાડામાં કોઇ ન પડે તે માટે પોલીસને ખડેપગે ઉભું રહેવું પડે છે.

 

ડીસાના આરટીઓ ચાર રસ્તા આસપાસના રોડ પર મસમોટા ખાડાઓ પડી જતાં વાહન ચાલકો પરેશાન થઇ ઉઠ્યાં છે. હાઇવે ઓથોરીટી દ્વારા ખાડા પુરવાની જગ્યાએ જવાબદારીમાંથી છટકી કોન્ટ્રાકટરનું બહાનું બતાવી હાથ અધ્ધર કરવામાં આવતાં વાહન ચાલકો પરેશાન થઇ ઉઠ્યાં છે.

[google_ad]

ડીસા શહેરને અડીને આવેલ આરટીઓ ચાર રસ્તા પર વેપાર ધંધા વિકસી રહ્યાં છે. ડીસાથી રાધનપુર, ડીસાથી થરાદ, ડીસાથી પાલનપુર અને ડીસાથી ધાનેરા તેમજ રાજસ્થાન જવા માટે આરટીઓ ચાર રસ્તા થઈને જ પસાર થવું પડે છે.

[google_ad]

આ ઉપરાંત ડીસા વેપારી મથક હોવાથી દિવસભર વાહનોની અવર જવરથી આરટીઓ સર્કલ ધમધમતું રહે છે. છેલ્લાં 6 મહિનાથી હાઇવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં ખાડાઓ વધી રહ્યાં છે. જેથી અકસ્માત પણ વધી રહ્યાં છે.

[google_ad]

ડીસાના આરટીઓ ચાર રસ્તા પર પડેલા ખાડાઓના સમારકામ માટે ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીને બે-બે વખત પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હાઇવે ઓથોરીટી જવાબદારીમાંથી છટકી હાથ અધ્ધર કરવામાં આવી રહ્યાં છે. આથી નાના વાહન ચાલકો ખાડામાં પડી અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ પણ ખડેપગે સેવા આપી રહી છે.

advt

[google_ad]

આરટીઓ ચાર રસ્તા પર દિવસભર નાના-મોટા વાહનોની અવર જવર રહે છે પરંતુ હાઇવે પર પડેલા ખાડાઓમાં પાણી ભરાયેલું હોવાથી મોટર સાયકલ જેવા અનેક વાહનો ખાડામાં પટકાય છે. જેથી વાહન ચાલકોને પણ નાની મોટી ઇજાઓ થઇ રહી છે.

 

[google_ad]

ડીસાના આરટીઓ ચાર રસ્તા પરના હાઇવે પર મોટા ખાડાઓ પડી ગયા છે. જે રીપેરીંગ કરવા માટે હાઇવે ઓથોરિટીને બે-બે વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોન્ટ્રાક્ટરનું બહાનું બતાવવામાં આવે છે. કોઇ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલાં માનવતાના ધોરણે હાઇવે ઓથોરીટીએ ખાડા પુરવા જોઇએ તેમ ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share