નવનેસડાની સગર્ભાને 108ના સ્ટાફે સારવાર આપી માતા-સંતાનને બચાવ્યા, સફળ પ્રસુતિ કરાઇ

Share

નવનેસડા ગામની એક શ્રમિક પરિવારના 23 વર્ષીય સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતા પ્રથમ ભીલડી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તબીબો દ્વારા તપાસ કરતા સગર્ભા મહિલાને ઊંધું બાળક છે એટલે ડિલિવરી કરાવવી મુશ્કેલ છે સિઝેરિયન કરીને બાળક લેવું પડશે એવું CHC ભીલડી ડૉક્ટરએ જણાવ્યું. ભીલડી CHC ડોકટરોની તપાસમાં આ મહિલાને ડિલિવરી નોર્મલ શકય ના હોવાથી વધુ સારવાર અર્થે ડીસા શારદા વુમન્સ હોસ્પિટલમાં ખસેડવા માટે 108માં લઇ જવાની તૈયારી કરી હતી.

[google_ad]

આ સગર્ભા મહિલાને 108માં મોકલવામાં આવ્યા હતા. ડીસા અને આખોલ ગામ આજુબાજુ હાઇવે ઉપર 108 વાહનના ફરજ પર હાજર ઈ.એમ.ટી. પ્રવીણ વણોલ તેમજ પાઇલટ જીતુ રાવલ આ મહિલા હસીબેન ભરતભાઈ સોલંકીને વધુ પ્રસુતિની પીડા ઉપાડતા 108માં ફરજ બજાવતા ઇ.એમ.ટી.પ્રવીણભાઈ તપાસ કરતા બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાઈ ગઈ હતી. ઊંધું બાળક હોવાથી એમ્બ્યુલન્સ કરાવવી મુશ્કેલ gvk emri ફિઝિશિયનની સલાહ મુજબથી સમય સૂચકતા વાપરી પ્રવીણભાઈ દ્વારા રસ્તામાં જ એબ્યુલન્સ થોભાવીને ગળામાંથી નાળ સરકાવીને આ બાળકની પ્રસૂતિ સલામત રીતે કરાવવામાં આવી હતી.

[google_ad]

ત્યાર બાદ જરૂરી સારવાર આપીને તેણીને ડીસા શારદા વુમન્સ હોસ્પિટલમાં માતા અને બાળકને હેમખેમ પહોંચાડ્યા હતા. આથી દર્દીના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ હતી અને 108ની કામગીરીને બિરદાવી હતી.

advt

[google_ad]

આમ, સીઝેરીયનના સમયમાં અધૂરા મહિને નોર્મલ ડિલિવરી કરાવીને આગવું ઉદાહરણ પ્રસ્થાપિત કરતા પ્રસુતાના સંબંધીઓ દ્વારા 108નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને વુમંશ હોસ્પીટલનાં ડૉ.અરવિંદ પ્રજાપતિ દ્વારા 108 ટીમની કાર્ય પ્રતે પ્રશંસા કરવામાં આવી. ભીલડી ડીસા વિસ્તારની 108 એમ્બ્યુલન્સ દેવદૂત સમાન બની.

 

From – Banaskantha Update


Share