ડીસાના થેરવાડા-ઝેરડા રોડ પર બનાવેલ નાળાની પ્રોટેક્શન દિવાલ બીજીવાર તૂટતા ભષ્ટ્રાચારની ખોલી પોલ

Share

ડીસા તાલુકાના થેરવાડા ઝેરડા રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે વર્ષ પહેલાં બનાવેલ વરસાદી પાણીના નિકાલ કરાવા માટે નાળુ બનાવવા આવ્યું હતું જેમાં થોડાક સમયમાં નાળાની પ્રોટેક્શન દિવાલ તુટી જતાં ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

જેથી માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટર દ્વારા બીજીવાર તુટેલા નાળું બનાવાયું હતું પરંતુ ડીસા પંથકમાં પડેલા વરસાદે માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટરની પોલ ખોલી નાખી અને બીજીવાર બનાવેલ નાળાની પ્રોટેક્શન દિવાલ તુટી પડી હતી.

[google_ad]

જેથી મોટીસંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉભા થયા હતાં ત્યારે છેલ્લા કેટલાય સમયથી માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાકટરોની દિનપ્રતિદિન બેદરકારી બહાર આવી રહી છે ત્યારે આજે વધું એક બેદરકારી બહાર આવતાં ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કોન્ટ્રાકટર દ્વારા વરસાદે બીજીવાર બનાવેલ નાળાની પ્રોટેક્શન દિવાલ તુટી જતાં ભષ્ટ્રાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share