ડીસાના ઢુંવા ગામમાં ગેરકાયદેસર જમીનો પચાવી પાડતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Share

ડીસાના ઢુંવા ગામે એક ખેડૂતની માલિકીની સવા વિઘા જમીન ગામના બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો મેળવી જમીન માલિક ખેડૂતને કબ્જો ન આપી ધમકી આપતા જમીન માલિકે જિલ્લા કલેકટરમાં રજુઆત કરતા જિલ્લા કલેકટરના આદેશ અનુસાર ડીસા તાલુકા પોલીસ મથકે જમીન માલિકે ફરિયાદ નોંધાવી છે.

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભુ માફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પર કબ્જો લઈ પચાવી પાડવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના ઢુંવા ગામ પણ ગેરકાયદેસર જમીનનો કબ્જો મેળવી જમીન માલિકને ધાકધમકી આપી કબ્જો ન આપવાની ઘટના સામે આવી છે.

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

ઢુંવા ગામે રહેતા માવજીજી ઘેમરજી ઠાકોરએ ઢુંવા ગામની સીમમાં ખેતીની જમીન સવા વિઘા જેનો જૂનો સર્વે નંબર 42/6 પૈકી 2નો છે અને હાલનો નવો સર્વે નંબર 669 છે. જે જમીન પૈકીનું ક્ષેત્રફળ 0-32-10 ચો. મીટર છે. તે જમીન માવજીજી ઘેમરજી ઠાકોરે તા.23/09/2020ના રોજ તરસંગજી મેરૂજી ઠાકોર ઢુંવા વાળા પાસેથી રૂપિયા 1,20,000માં દસ્તાવેજ નંબર 3984/2020 કરી વેચાતી રાખેલ.

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જે જમીન ગામ નમૂના 6 હકપત્રમાં વેચાણ નોંધ નંબર 3629/2020 તા.16/12/2020થી મંજુર થયેલ છે. તે દિવસથી માવજીજી ઘેમરજી ઠાકોરને તરસંગજી મેરૂજી ઠાકોરે કબ્જો સોંપેલ. પરંતુ ઢુંવા ગામના સંગ્રામજી કાળુજી ઠાકોર તથા નારજીજી સંગ્રામજી ઠાકોરે ગેરકાયદેસર કબ્જો રાખેલ છે. જે બાદ માવજીજી ઠાકોરે આ જમીનનો કબ્જો મેળવવા માટે ગામના આગેવાનોને મોકલેલ પરંતુ સંગ્રામજી કાળુજી ઠાકોર તેમજ નારજીજી ઠાકોરે જમીનનો કબ્જો આપેલ નહીં.

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જે બાદ તા.15/01/2021ના રોજ માવજીજી ઠાકોર જમીનનો કબ્જો લેવા ગયેલ ત્યારે સંગ્રામજી કાળુજી ઠાકોર તેમજ નારજીજી ઠાકોરે માવજીજી ઠાકોરને કબ્જો આપેલ નહિ અને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાદ માવજીજી ઠાકોરે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદો 2020 હેઠળ તા.09/07/2021ના રોજ જિલ્લા કલેકટરને અરજી કરેલ જે બાદ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળેલ જેમાં જમીન પચાવી પ્રતિબંધ કાયદો 2020 હેઠળ કાર્યવાહી કરવા પાત્ર છે.

Advt

[google_ad]

જે અંગેનો પત્ર તા.14/09/2021 મોકલેલ જે પત્ર તા.21/09/2021 માવજીજી ઠાકોરને પત્ર મળેલ જે બાદ માવજીજી ઘેમરજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે જમીન ગેરકાયદેસર કબ્જો લેનાર સંગ્રામજી કાળુજી ઠાકોર તેમજ નારજીજી સંગ્રામજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share