ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Share

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદના કારણે ડીસાના નીચાણવાળા વિસ્તારો છે જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા.

[google_ad]

ડીસા ખાતે આવેલી સંત અન્ના સ્કૂલ અને હરિઓમ સ્કૂલની પાસે આવેલ વિસ્તારમાં સોથી વધુ પરિવાર અહીંયા રહે છે ભારે વરસાદના કારણે વરસાદનું પાણી લોકોના ઘરમાં પાણી ભરાયું છે તેના કારણે ઘરમાં ભારે નુકશાન થવા પામ્યું છે લોકો ઘર છોડી અને રોડ ઉપર આવી ગયા. ખાસ કરીને જે પ્રમાણે વરસાદ થયો છે જેને લઈ હાલ આ વિસ્તારમાં સમગ્ર પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વરસાદ શરૂ થયો છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ડીસા આખોલ ચાર રસ્તા પાસે આવેલ જે શોપિંગ છે તેમાં પણ પાણી ભરાયું છે જેના કારણે અનેક દુકાનો છે જે પાણીમાં ગરકાવ થઈ છે.

[google_ad]

દુકાનમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે અંદર સામાન હતો તે તમામ સામાન નષ્ટ થવા પામ્યો છે વેપારીઓ જણાવી રહ્યા છે કે, હાઈવે ઓથોરિટી દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે તે દુકાન કરતા વધુ હાઈટમાં બનાવવામાં આવ્યો છે જેના કારણે આ તમામ વરસાદી પાણી શોપિંગમાં ઘુસી મળતાં તમામ દુકાનોમાં પાણી ભરાયું છે અને વેપારીઓને મોટું નુકસાન થવા પામ્યું છે.

From – Banaskantha Update


Share