દાંતીવાડા ડેમમાં છેલ્લા 5 દિવસથી હળવેથી આવક યથાવત રહી.

File Photo
Share

દાંતીવાડા ડેમમાં છેલ્લા 92 કલાકમાં કુલ 8.6 ફૂટની સપાટી વધી

ચાલુ વર્ષે શરૂઆતમા વરસાદનું જોર ઓછું હોવાથી દુષ્કાળની સ્થિતિની ભીતિ હતી અને બનાસકાંઠા જીલ્લાનાં ત્રણે મુખ્ય જળાશયોમાં પાણી આવક પણ ન હતી જેથી ખેડૂતોના માથે ચિંતનના વાદળો ઘેરાઈ ગયા હતા.જ્યારે સપ્ટેમ્બર માસ દરમિયાન સારા વરસાદની શરૂઆત થતાં જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં છેલ્લા 5 દિવસથી આવક શરૂ થઈ છે.

File Photo

તા.22/09/2021 અને બપોરે 12:00 pm થી દાંતીવાડા ડેમમાં નોંધપાત્ર પાણી આવક શરૂ થઈ હતી ત્યારની સપાટી ફૂટમાં 550.29 હતી અને 8.25% પાણી હતું.

[google_ad]

સતત પાંચ દિવસ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા છેલ્લા 92 કલાકમાં દાંતીવાડા ડેમની કુલ સપાટીમાં તા.26/09/2021 ના સવારે 07:00 વાગ્યા સુધીમાં 8.6 ફૂટનો વધારો થયો છે અને 6.11% પાણી વધ્યું છે.

File Photo

આજે તા.26/09/2021 સવારે 07:00 am ની દાંતીવાડા ડેમની સ્થિતિ જોઈએ તો જેમાં ડેમની સપાટી છે 558.89 ફૂટ અને પાણીની આવક છે 443 ક્યુસેક અને 14.36% કુલ પાણી છે.

[google_ad]

છેલ્લા 24 કલાકમાં જીલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતીવાડાનો નોંધાયો છે જે 5 ઇંચ અને 15 એમ.એમ. સવારે 06:00 વાગ્યા સુધીમાં નોંધાયો છે. તો બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો સરેરાશ 61% વરસાદ થયો છે.જયારે આજે વહેલી સવારથી જીલ્લામાં અલગઅલગ વિસ્તરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.

[google_ad]


Share