ડીસાના હરિઓમ સ્કૂલની નજીક ગાડીની ઓવરટેક કરવા બાબતે મારામારી સર્જાતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Share

ડીસાના હરિઓમ સ્કૂલ નજીક આવેલ વોહળા પાસે ગાડીની ઓવરટેક બાબતે એક યુવકને ત્રણ શખ્સોએ ધોકા તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ ઘાયલ યુવકે ડીસા દક્ષિણ પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ હરસોલિયા વાસ ભગવતી શો રૂમ પાસે આવેલ એરોમાં સર્કલ પાસે રહેતાં પ્રતીકભાઈ દિલીપભાઈ રાઠોડ પોતાની સ્વીફ્ટ ગાડી લઈ તા.23/09/2021ના રોજ રાત્રીના 10 : 30 વાગે s.c.w.થી રેલવે સ્ટેશન તરફ જતો હતો.

[google_ad]


તે દરમિયાન હરિઓમ સ્કૂલની પાસે આવેલ વોહળા પાસે પહોંચતા એક ફોર વ્હીલર ગાડી પ્રતીકભાઈ રાઠોડની ગાડી આગળ લાવીને તેની ગાડી 3 શખ્સોએ રોકાવી હતી. જેમાં (1) અપ્પી સંજયભાઈ ઠાકોર (રહે.નવાવાસ) (2) બકુલભાઈ રમેશભાઈ ઠાકોર (રહે.નવાવાસ) (3) પરેશભાઈ બદાજી ઠાકોર (રહે.નહેરુનગર, ટેકરા) ફોર વ્હીલર ગાડીમાંથી ઉતરેલા જેમાં અપ્પી ઠાકોર તેના હાથમાં ધોકો લઈ આવેલ પ્રતિકભાઈ રાઠોડને કહેવા લાગેલ કે તે ગાડીની ઓવર ટેક કેમ કરી છે તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ ત્યારે પ્રતીક રાઠોડે ગાળો બોલવાની ના કહેતાં અપ્પી ઠાકોર એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલો ધોકો પ્રતીક રાઠોડના પગમાં મારેલ જે બાદ પરેશ ઠાકોર પણ હાથમાં ધોકો લઈ આવેલ તેને પણ પ્રતીક રાઠોડને ધોકો મારેલ ત્યારે પ્રતીક રાઠોડ રોડ પર પડી ગયેલ ત્યારે બકુલ ઠાકોર તેના હાથમાં છરી લઈ આવેલ અને પ્રતીક રાઠોડને કપાળના ભાગે તેમજ માથાના ભાગે મારતા પ્રતીકને માથાના ભાગે લોહી આવતાં પ્રતીક રાઠોડ બુમાબુમ કરતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

[google_ad]

 

જે બાદ આ 3 શખ્સો પોતાની ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. આ મારામારી દરમિયાન પ્રતીક રાઠોડના ખિસ્સામાંથી રૂ. પાંચ હજાર સાતસો ક્યાંક પડી ગયા હતા. જે બાદ પ્રતીક રાઠોડને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં પ્રતીક રાઠોડને કપાળના ભાગે 3 ટાકા, માથાના ભાગે 4 ટાકા અને પગ પણ ફેક્ચર થયું હતું.

[google_ad]

Advt

 

 

જે બાદ પ્રતીકભાઈ દિલીપભાઈ રાઠોડે ડીસા દક્ષિણ પોલીસ મથકે હુમલો કરનાર અપ્પી સંજયભાઈ ઠાકોર (રહે.નવાવાસ, ડીસા), બકુલ રમેશભાઈ ઠાકોર (રહે.નવાવાસ, ડીસા) અને પરેશ બદાજી ઠાકોર (રહે.નહેરુનગર, ટેકરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share