પાલનપુરમાં આવેલ મીઠી વાવ વિસ્તારમાં વહેલી સવારે ધરોઈનું પાણી આવે છે દુષિત

Share

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાનો જથ્થો પૂરો પાડવામાં આવે છે.જેમાં વહેલી સવારે 6 કલાકે દરરોજ ધરોઈનું પાણી આપવામાં આવે છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. 11માં ગત રોજ છ વાગે વાલ્વમેનની પોલ ખોલવાની ભુલના કારણે મીઠીવાવ પ્રજાપતિવાસના રહીશો પાણીથી વંચિત રહ્યાં હતાં. જયારે ધરોઈનું પાણી ભરવા માટે વહેલી સવારે મહિલાઓ બાળકો અને અન્ય લોકો પાણી ભરવા માટે વલખા મારી રહ્યાં હતાં

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, જ્યારે ગત રોજ વહેલી સવારે છ વાગે શરૂ થયેલું પાણી અપાતાં લોકો મોટી સંખ્યામાં પાણી ભરવા વહેલી સવારથી જ વાસણો રાખીને પોતાના ઘરની આગળ નળમાંથી પાણી ભરવા વહેલી સવારે ધરોઈનું પાણી ટપકતાં નળમાંથી સતત દુષિત પાણી આવવા લાગ્યું હતું. 5 મિનિટ સુધી પાણી બહાર નીકળવા છતાં દુષિત પાણી સફેદ થયું નહોતું અને એકદમ મેલું પાણી સતત નળ દ્વારા આવી રહ્યું હતું. અચાનક આવેલા આ દુષિત પાણીથી સ્થાનિકો ભયભીત બન્યાં હતાં. એક તરફ ડેન્ગ્યૂ અને અન્ય રોગો દિન પ્રતિદિન વધી રહ્યા છે. પાણીજન્ય રોગોના કેસો વધી રહ્યાં છે તેવામાં વહેલી સવારે આવતું ધરોઈનું દુષિત પાણી પાણીજન્ય રોગ ફેલાવે તેવી પરિસ્થિતિમાં લોકો પાણી ભરવાનું ટાળી રહ્યા છે.

[google_ad]

 

ધરોઇના પાણીમાં રસોઈ સારી બને છે દાળ ચઢી જાય છે તેમજ ચા પણ બની જાય છે. જ્યારે શહેરના બીજા રાઉન્ડમાં અપાતું બોરનું પાણી કડક હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ ભારે તકલીફ પડે છે. જેના કારણે લોકો વહેલી સવારે ધરોઈનું પાણી ભરી લે છે. ત્યારે ગતરોજ આવેલા દૂષિત પાણીથી લોકો ખૂબ જ ભયભીત બન્યા છે અને સ્થાનિક લોકો સવારે આવેલ પાણી ભરવાનું બંધ રાખેલ હતું.

[google_ad]

Advt

 

પાલનપુર નગરપાલિકાનાં પાણીપુરવઠાના ચેરમેન નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલીક વહેલી સવારે આવેલા દૂષિત પાણીની ચકાસણી કરાવે એક તરફ સમગ્ર શહેરના અંદર ભૂગર્ભ ગટર નાખવાના કારણે મોટા મોટા ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે જેના કારણે પીવાના પાણીની પાઈપને ગટરની પાઇપ દરેક જગ્યાએ તૂટેલી અથવા એક થઈ ગયેલી હોવાનાં પણ સમાચારો પ્રાપ્ત થયા છે.

[google_ad]

 

વર્તમાન સમયમાં પાણીજન્ય રોગો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવા સમયમાં આ દુષિત પાણી આવતાં લોકો રોગચાળાની ભીતિથી ભયભીત બન્યા છે. આ વિસ્તારમાં આવતા પાણીના ડી.ટી.એચ.ની તપાસ કરી એફ.એસ.એલ.માં મોકલવામાં આવે અને તેની ગંભીરતા દાખવવામાં આવે તેવી પ્રચંડ માંગ ઉઠવા પામી છે.

 

From – Banaskantha Update


Share