બનાસકાંઠા: ચાર મહિનાથી ગુમ થયેલ માં માટે 5 વર્ષનો પુત્ર અને 7 વર્ષની દીકરી ચોંધાર આંશુ રડી રહ્યા છે

Share

બનાસકાંઠાના માલણ ગામમાં માંની મમતા માટે બાળકો ચોધાર આસુંડા પાડી રહ્યા છે. રોજ સવારે માઁના પ્રેમથી જે બાળકોનો દિવસ ઉગતો એ બાળકો આજે મમ્મીને શોધી રહ્યા છે. વાત છે બનાસકાંઠાના માલણ ગામની જ્યાં બે સંતાનોની માતા અચાનક જ ઘરેથી ગુમ થઈ જતા ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ આવી પડી છે.

[google_ad]

ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા ઈલેશભાઈ ગલબાભાઈ ઠાકોરની પત્નિ ચાર માસ અગાઉ તા.12-05-2021ના રોજ ગુમ થઈ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ પણ અપાઈ છે પરંતુ પોલીસ પણ હજુસુધી કોઈજ કડી મેળવી શક્યું નથી.

[google_ad]

ચાર માસથી માતા ઘરે પરત ન ફરતા તેમનો 5 વર્ષનો પુત્ર અને 7 વર્ષની દિકરી માતા વિના ચોંધાર આંસુએ રડી રહ્યા છે. પિતા ઇલેશભાઇ નાના દિકરા પિયુષને રમાડીને સતત માતાની યાદો ભૂલાવવાની કોશિશ કરી રહ્યા છે.

ઈલેશભાઈ, ગુમ થનારના પતિ.

 

[google_ad]

જ્યારે દિકરી મહેકને તૈયાર કરવાથી લઈને શાળામાં મૂકવા અને લેવા જવાનો ખ્યાલ રાખી રહ્યા છે. જ્યારે પુત્રવધુ અચાનક ઘરેથી ગુમ થતા બન્ને બાળકોના દાદા અને દાદીની આંખમાંથી પણ આંસુડાની અશ્રુધારા વહી રહી છે.

 

 

બબીબેન, ગુમ થનારના સાસુ.

[google_ad]

જે બાળકો માતાની ગોદમાં બાળપણનો પ્રેમ મેળવી ધીરે-ધીરે જીવન જીવવાના પગલાં માંડી રહ્યા હતા તેઓ આજે માતાથી વિખૂટા થતાં માની મમતા વિના ઝૂરી રહ્યા છે અને કહી રહ્યાં છે કે મમ્મી તું ક્યાં ચાલી ગઈ….? ચાર મહિનાનો સમય વીતવા છતાં પણ બે સંતાનોની માતા ઘરે ના આવતા અને પોલીસ પણ તેને શોધવામાં નિષ્ફળ જતાં હવે આ આ ગરીબ પરીવાર પોલીસવડાને વિનંતી કરી રહ્યો છે કે આ કેસમાં અંગત રસ દાખવી બાળકોને તેમની માતા સાથે મિલન કરાવે. ત્યારે પોલીસ તંત્ર ક્યારે આ બાળકોની માતાને શોધવામાં સફળ થાય છે અને 2 બાળકોને માતાનો પ્રેમ મળે છે તે જોવું રહ્યું.

 

 

From – Banaskantha Update


Share