બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્ય તંત્રએ બેદરકારી દાખવનાર લોકોને નોટીસ ફટકારવાનું શરુ કર્યું

Share

બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યુના કેસ મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આજથી ડીસા અને પાલનપુરમાં 75 – 75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ દૂષિત પાણી મામલે બેદરકારી દાખવનાર લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં આ વખતે ડેન્ગ્યુના પણ 45 જેટલા કેસો નોંધાયા છે.

[google_ad]

કોરોના મહામારી બાદ હવે ડેન્ગ્યુના કેસો વધતાં આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી છે અને સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસો નોંધાતાં વધતાં જતાં રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ સમર્પિત છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ડીસા અને પાલનપુરમાં 75 -75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ સરકારી કચેરી અને વસાહતોમાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય તો તેના નિકાલ માટે તેમજ પાણીમાં પોરા પડયા હોય તો દવા છંટકાવ કરવામાં આવે છે. સાથે સાથે સરકારી કચેરીઓમાં કોઈ જગ્યાએ કર્મચારીઓની બેદરકારીના કારણે આવું પાણી ભરાયું હોય અને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ હોય તો નોટિસ ફટકારવાની કામગીરી પણ કરાઈ છે.

[google_ad]

ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા સંચાલિત તમામ પાણીના બોર પર નિયમિત ક્લોરીનેશન થાય છે કે કેમ તે પણ ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ડીસા ખાતે નગરપાલિકાની બેદરકારીના કારણે 3 બોરમાં પાણીનું ક્લોરીનેશન બંધ હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગે તરત જ નગરપાલિકાને આ અંગે જાણ કરી હતી.

 

From – Banaskantha Update


Share