ધાનેરામાં પુલની અધૂરી કામગીરીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા

Share

ધાનેરા રેલ્વે પુલની કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે. જ્યારે પુલ ચાલુ તો કરાયો પરંતુ બન્ને સાઇડ સર્વિસ રોડ તથા પુલથી નીચે ઉતરવાની સીડીઓ ન મુકવાના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ધાનેરા રેલ્વે પુલ બનાવવાની શરૂઆત કરાઈ ત્યારથી જ વિવાદ શરૂ થયા હતા અને ચાર વર્ષના અંતે આ પુલ અધુરો તો અધુરો વાહનો માટે ચાલુ કરાયેલ.

[google_ad]

પરંતુ આ પુલની બન્ને સાઇડમાં સર્વિસ રોડ ન હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે તેમજ લોકોને ચાલવા માટે જે સીડીઓ બનાવવાની હતી તે પણ ના બનાવતા હંગામો થયો હતો અને મહિલાઓએ બે કલાક માટે પુલને બાનમાં લેતા ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી અને આગેવાનોના કહેવાથી ટ્રાફિક ખુલ્લું કરાયું હતું.

Advt

[google_ad]

પ્રાંત અધિકારીએ પણ આ સીડી અને સાઇડમાં સર્વિસ રોડ બનાવવા બાંહેધરી આપી હતી પરંતુ મહિનો થવા છતાં માત્ર એક જ સીડી ઉભી કરાઈ છે તો બાકીની સીડીઓ બનાવતા ચારેક મહીના લાગશે તેવી લોકો ટીખળીઓ કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share