ડીસા શહેરમાં 30થી વધુ હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને નગરપાલિકાએ નોટીશો ફટકારી

Share

ડીસા શહેરના અનેક વિસ્તારોમાં નગરપાલિકાની વગર મંજૂરીએ મોટા કોમ્પ્લેક્સોં બનાવી દેવામાં આવ્યા છે આ કોમ્પલેક્સમાં ફાયર સેફટી સોચાલય પાર્કિંગ જેવી કોઈપણ સુવિધાઓ હોતી નથી તાજેતરમાં જ હાઇવેના ગાયત્રી મંદિર સામે આવેલા ડોક્ટર હાઉસ અને તેના આસપાસમાં રહેણાંક વિસ્તારોમાં મોટાભાગના લોકોએ વગર મંજૂરીએ હોસ્પિટલો અને કોમ્પ્લેક્સોં બનાવી દીધા છે ત્યારે નગરપાલિકાએ આ વિસ્તારના 30 બિલ્ડિંગોને નોટિસ ફટકારી સાત દિવસમાં બાંધકામની મંજૂરી સહિતના આધાર પુરાવા રજુ કરવા સૂચના આપી છે.

 

[google_ad]

ડીસા શહેરના હાઈવે પર આવેલા ગાયત્રી મંદિર સામે ડોક્ટર હાઉસ અને તેના આસપાસના વિસ્તારોમાં કેટલાક લોકોએ રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ ત્યાં નગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વગર મોટી હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી દીધા છે.

[google_ad]

ત્યારે ગેરકાયદેસર થયેલ તમામ બાંધકામો દૂર કરવા માટે જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ડોક્ટર હાઉસ સહિત આસપાસના કોમ્પ્લેશોને નોટિસ ફટકારી બાંધકામ સહિતના આધાર પુરાવાઓ સાત દિવસમાં નગરપાલિકા કચેરીમાં રજુ કરવાની સૂચના આપી અને જો કોઈ બિલ્ડર પાસે બાંધકામની મંજૂરી નહીં હોય તો તેવા તમામ બિલ્ડિંગો નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવશે જેથી હાલ તો પાલિકાની વગર મંજૂરીએ બનાવેલી હોસ્પિટલો અને કોમ્પલેક્ષના માલિકોમાં દોડધામ મચી ગઇ છે.

 

From – Banaskantha Update


Share