બનાસકાંઠામાં ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઇ

Share

આજરોજ બનાસકાંઠા જીલ્લાના 5 કેન્દ્રો પરથી ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સવારથી જ શિક્ષકો મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું.

[google_ad]

ડીસાની મોડલ સ્કૂલ ખાતે ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. આમ તો કોઈપણ સહકારી અને સરકારને લગતી ચૂંટણી યોજાતી હોય છે.

[google_ad]

 

પરંતુ શનિવારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જીલ્લામાં પણ ડીસા, પાલનપુર, થરાદ અને દિયોદર ખાતે ગુજરાત માધ્યમિક સંચાલક સંઘના સભ્યોની ચૂંટણી યોજાઇ હતી.

[google_ad]

 

ડીસામાં કાર્યરત મોડેલ સ્કૂલ ખાતે પણ શનિવારે ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીને લઇ ડીસા તાલુકાના 800 થી પણ વધુ શિક્ષકોએ મતદાન કર્યું હતું.

[google_ad]

 

સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી આ ચૂંટણી સાંજ સુધી તમામ શિક્ષકોએ ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કર્યું હતું. એક તરફ કોરોના વાયરસની મહામારીને લઇ સરકાર રોજેરોજ મોટી જાહેરાતો કરી રહી છે.

[google_ad]

પરંતુ શનિવારે યોજાયેલી ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણીને લઇ શિક્ષકો જાણે કોરોના વાયરસની મહામારીને ભૂલી ગયા હોય તેમ મતદાન મથક પર મોટી સંખ્યામાં એકત્રીત થયેલા જોવા મળ્યા હતા.

[google_ad]

 

 

ચૂંટણી આયોજકો દ્વારા એક જ સ્થળ ઉપર એક જ રૂમમાં મતદાન નું આયોજન કરવામાં આવેલ હોવાના કારણે તાલુકામાંથી આવેલા 800થી પણ વધુ શિક્ષકો એક જ સ્થળ પર મતદાન કરવા માટે ભેગા થયા હતા.

[google_ad]

Advt

 

શનિવારે યોજાયેલી આ ચૂંટણી બાદ આગામી તા. 28 ના રોજ ગુજરાત માધ્યમિક શાળા સંચાલક સંઘના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

 

From – Banaskantha Update


Share