હારીજ નગરપાલિકાના વીજ બીલની રૂ. 3 કરોડથી વધુની રકમ ભરપાઈ ન કરતા વીજ કનેકશન કપાયું

Share

વેપારી મથક હારીજમાં નગરપાલિકાની નિષ્ક્રીયતાને લઈને વેપારી સહીત શહેરીજનો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ નગરપાલિકા દ્વારા વિદ્યુત બોર્ડની અંદાજે રૂ. 3 કરોડથી વધુની રકમ બાકી બીલો ભરપાઈ ન કરતાં જી.બી.ઈ. તંત્ર દ્વારા હારીજ નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખતાં હારીજ નગરપાલિકાની વધુ એક નિષ્ક્રિયતા છતી થવા પામી છે.

[google_ad]

વેપારી મથક ગણાતા હારીજ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાનાં સત્તાધીશોની અણઆવડતને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય, ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યાઓ, પાણીનો કરાતો વેડફાટ, રખડતા ઢોરોની સમસ્યા, મુખ્ય બજાર માર્ગો પર આડેધડ પાર્ક થતાં શાકભાજીની લારીઓ અને વાહનચાલકોના કારણે અવારનવાર કલાકો સુધી સર્જાતી ટ્રાફીકની સમસ્યા સહીત સમસ્યાઓને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સંતોષવામાં નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. શહેરીજનો દ્વારા નિયમિતપણે પોતાના વેરા ભરપાઇ કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વામણી પુરવાર થઇ છે.

[google_ad]

Advt

નગરપાલિકાને જી.ઇ.બી. તંત્રને ચૂકવવાની થતી રૂ. 3 કરોડથી વધુની રકમ પાલિકા સત્તાધીશો દ્વારા જમા નહીં કરાવતા જી.ઈ.બી. દ્વારા પાલિકા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિકમાં વીજ બીલ ભરપાઇ કરવા સૂચિત કર્યા હોવા છતાં બાકી વીજ બીલના નાણાં જી.ઇ.બી. માં ભરપાઇ ન કરતાં શુક્રવારના રોજ જી.ઇ.બી. તંત્ર દ્વારા હારીજ નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખતાં હારીજ નગરપાલિકામાં અંધારપટ છવાયો હતો. તો પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી.

[google_ad]

 

હારીજ નગરપાલિકાનાં સતાધીશો દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ સાથે જી.ઇ.બી. તંત્રનું કરોડો રૂપિયાનું બાકી વીજ બીલના નાણાં સત્વરે ભરપાઇ કરી તેવી માંગ ઉઠવા પામી છે.


Share