ડીસાના ખરડોસણ ગામે મોબાઈલની નજીવી બાબતે મારામારી સર્જાઈ, 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

Share

બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ખરડોસણ ગામે ભાવનાબેન મુગટજી ઠાકોર ભાગે વાવેલ ખેતરે હાજર હતા. તે વખતે ભાવનાબેન ઠાકોરના ઘરે ખરડોસણ ગામના ભાવનાબેન ઠાકોરના કાકા સસરાનો દીકરો ભરતજી ભાવનાબેનના ખેતરે છાપરે આવેલ હતો અને ભાવનાબેન ઠાકોરનો ભત્રીજો વિજય પણ આવેલ હતો.વિજયનો ફોન ભાવનાબેન ઠાકોરના છાપરે પડેલ હતો તે ફોન લઈને આ ભરતજી જતો રહયો હતો.

[google_ad]

જેથી બપોરના સમયે ભાવનાબેન તથા તેમના ઘરવાળા મુગટજી કુવરજી તથા ભાવનાબેનની દીકરી પૂજાબેન ત્રણેય જણાઓ ફોન લેવા માટે ખરડોસણ ગામે ભરતજીના ઘરે ગયેલા અને ભાવનાબેનના પતિએ ભરતજીને કહેલ કે તું મારા છાપરીથી ફોન લાવેલ છે તે વિજયનો છે તે ફોન પાછો આપી દે તેમ કહેતા આ ભરતજી ઘેમરજી ઠાકોર તેના હાથમાં ધોકો લઈને આવી ભાવનાબેન તથા તેમના પતિને જેમતેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો.

[google_ad]

જેથી ભાવનાબેને ગાળો બોલવાની ના પાડતાં આ ભરત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેનું ઉપરાણું લઇને આવેલો નરસિંહજી ઘેમરજી ઠાકોર તેના હાથમાં તલવાર લઈને આવ્યો હતો અને વિષ્ણુજી ઠાકોર તેના હાથમાં ધોકો લઈને આવ્યો હતો અને ઘેમરજી ઠાકોર પણ તેના હાથમાં તલવાર લઈને આવ્યા હતા તેમજ ભાવનાબેન અને તેમના પતિને મારવા લાગ્યો હતો.

[google_ad]

ભાવનાબેન બૂમાબૂમ કરતા નજીકમાંથી ભાવનાબેનના ભત્રીજાની વહુ હેતલબેન ઠાકોર વચ્ચે છોડાવવા પડતા તેમને પણ પેટ પર લાત મારેલી અને તે વખતે ભાવનાબેનના જમાઈ રાજુજી ઠાકોર આવી વચ્ચે પડી ભાવનાબેન તેમજ તેમના પતિ મુગટજીને વધુ મારમાંથી છોડાયા હતા અને આ લોકો જતાં જતાં કહેતા ગયા કે, આજે તો રાજુજી આવી જતાં તમે બચી ગયા છો હવે લાગમાં આવસો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી અને મારામારી તેમજ ઝપાઝપીમાં ભાવનાબેન પાસે રૂ.1200 ક્યાંક પડી ગયા હતા.

[google_ad]

advt

ત્યારબાદ આ બાબતે ભાવનાબેને તેમના જેઠ લેબુજી ઠાકોરને વાત કરતાં તેઓ ફરિયાદ કરવાનું કહેતાં આ સમગ્ર ઘટનાની ડીસા તાલુકા પોલીસ મથકે ભાવનાબેન મુગટજી ઠાકોરે ભરતજી ઘેમરજી ઠાકોર ,નરસિંહજી ઘેમરજી ઠાકોર, વિષ્ણુજી ઘેમરજી ઠાકોર, ઘેમરજી વણવીરજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share