ડીસામાં બાળકોની બીમારીના રોગચાળોમાં વધારો નોંધાયો

Share

ચોમાસુ પૂરું થવા આવ્યું છે અને હવે બાળકોમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. વર્તમાન સમયમાં બાળકોમાં ડેન્ગ્યુ, ફ્લૂ અને આર.એસ.વી. બ્રોંકોલાઈટિસ નામની ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. તબીબો આ બીમારીઓને કોરોના કરતાં પણ વધારે ખતરનાક હોવાનું જણાવી રહ્યા છે.

[google_ad]

શાસ્ત્રોમાં કહેવત છે કે, શરદ જીવ્યો તે વરસ જીવ્યો. એટલે કે વ્યક્તિ શરદ ઋતુમાં નીરોગી રહે તે વર્ષભર નીરોગી રહે છે. અત્યારે પણ શરદ ઋતુ ચાલી રહી છે અને બેવડી ઋતુનો એહસાસ થઈ રહ્યો છે. દિવસે ગરમી પડે છે તો રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોવાના લીધે અત્યારે વાઇરલ જન્ય બીમારીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. અત્યારે ચાલી રહેલી બેવડી ઋતુના લીધે સહુથી વધુ અસર બાળકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. અત્યારે બાળકોમાં ડેન્ગ્યુ, ફ્લૂ અને આર.એસ.વી. આર.એસ.વી. બ્રોંકોલાઈટિસ નામની ગંભીર બીમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તબીબો આ સમયગાળા દરમ્યાન ફેલાયેલા રોગચાળાને કોરોના કરતાં પણ વધારે ખતરનાક જણાવી રહ્યા છે.

[google_ad]

Advt

વર્તમાન સમયમાં બેવડી ઋતુના લીધે બાળકોમાં ગંભીર બીમારીનો રોગચાળો વધી ગયો છે અને આ સમયે બાળકોને આવી ગંભીર બીમારીથી બચાવવા માટે ખાસ તકેદારીના પગલાં ભરવા માટે પણ તબીબો જણાવી રહ્યા છે. તબીબો બાળકોમાં બિમારીનું પ્રમાણ અટકાવવા માટે ખાસ સલાહ આપી રહ્યા છે કે બાળકોને અત્યારે ઠંડા પદાર્થો આપવા જોઇએ નહીં અને માત્ર ગરમ અને તાજો ખોરાક જ આપવો જોઇએ કે જેથી બાળકોમાં ઇમ્યુનિટી જળવાઈ રહે.

 

From – Banaskantha Update


Share