ડીસામાંથી 8 લાખ જેટલી કીમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલ શખ્સને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાશે

Share

સોમવારે ડીસા શહેર દક્ષિણ પોલીસે રૂપિયા 7.96 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે એક યુવકને દબોચી લીધો હતો. ડીસા પોલીસે યુવક સામે ગુનો નોધ્યા બાદ આ કેસની તપાસ આગથળા પોલીસને સોપવામાં આવી છે. જેથી બુધવારે ડીસા કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાશે.

[google_ad]

બનાસકાંઠાના સરહદી રાજસ્થાન પંથકમાંથી દારૂ તેમજ અસામાજીક પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા અવાર નવાર તપાસ હાથ ધરી દારૂ, અફીણ, ગાંજો તેમજ ડ્રગ્સ જેવા નશીલી ચીજ વસ્તુઓ ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે છે.

[google_ad]

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ વાય.એમ.મિશ્રા તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરની મોઢેશ્વરી સોસાયટી નજીકના હિગળાજ બંગ્લોઝમાં રહેતાં શુભમ ઉર્ફે પાબલો ઇસ્કોન કનૈયાલાલ પટેલને રૂપિયા 7.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપી તેની સામે એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો નોધવામા આવ્યો હતો.

[google_ad]

જોકે, ડીસા શહેર દક્ષિણ પોલીસની પ્રાથમિક તપાસ બાદ આ પ્રકરણ આગળની તપાસ આગથળા પોલીસને સોપવામાં આવી છે. જેથી આગથળા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

[google_ad]

ડીસાના યુવક પાસેથી ઝડપાયેલ ડ્રગ્સ પ્રકરણમાં તપાસ માટે શુભમ પટેલની અટકાયત કરી પ્રાથમિક પુછપરછ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે રીમાન્ડની જરૂર હોઇ બુધવારે ડીસા કોર્ટમાં રજૂ કરાશે તેમ આગથળા પી.એસ.આઇ અને તપાસ અધિકારી પી.એન.જાડેજાએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share