અંબાજીમાં દર્શનાર્થીઓની સલામતી માટે 108 સ્ટાફ દ્વારા માં અંબાને ધજા ચઢાવી પૂજા કરવામાં આવી

Share

ગતવર્ષેની તુલનાએ આ વખતે કોરોનાનો કહેર ઘટ્યો હોવાથી અને સાથે સાથે માં અંબાના દર્શનની છૂટ મળેલ હોવાથી માં અંબાના ધામમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આથી GVK EMRI 108 દ્વારા પણ દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તારીખ 13 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી કુલ દશ 108 એમ્બ્યુલન્સ ખડેપગે રાખવામાં આવી હતી.

[google_ad]

લગભગ 44 emt pilotનો સ્ટાફ 24 કલાક ખડેપગે રાખવામાં આવેલ હતો. એમ્બ્યુલન્સમાં કુલ 294 કેશ નોંધાયા હતા. જે પૈકી લગભગ 50 જેટલા કેશ એક્સિડન્ટના હતા, જ્યારે લગભગ 45 કેશ ચક્કર, તાવ, પેટ દુઃખવાના વગેરે હતા.

[google_ad]

માં અંબાના દર્શનનો તહેવાર સંપૂર્ણપણે સલામત રહ્યો હતો તેની ખુશીના ભાગરૂપે બનાસકાંઠા 108ના સ્ટાફ દ્વારા માં અંબાને ધજા ચઢાવીને આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને આવતા વર્ષે ફરીથી સજ્જ થઈ ફરજ પર રહેવાની નેમ લેવામાં આવી હતી.

File Photo

[google_ad]

માં અંબાના ધજા ચઢાવવા માટે ઉત્તર ગુજરાતના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર હાજર રહ્યા હતા તથા તેઓની સાથે બનાસકાંઠાના 108ના સુપરવાઈઝર નીતિનભાઈ ગોરદરા, નિખિલભાઈ પટેલ, દિવ્યરાજભાઈ બીહોલા, હાર્દિકભાઈ તેમજ 108ના EMT, પાઇલોટ, ખિલખિલાટના કેપ્ટન વગેરે હાજર રહ્યા હતા અને માં અંબેની જયજયકાર કરતા ધજા ચઢાવી હતી.

 

From – Banaskantha Update


Share