અમીરગઢ નજીક પૂર ઝડપે આવતી લક્ઝરી બસ પલ્ટી જતાં એકનું મોત, સાત મુસાફરો ઇજાગ્રસ્ત

Share

બનાસકાંઠામાં ગુજરાત-રાજસ્થાન સરહદ પર અમીરગઢ નજીક આજે ફરી લક્ઝરી બસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક મુસાફરને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય સાત મુસાફરો પણ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર આજે સતત બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી એક લકઝરી બસ મુસાફરોને લઈ પાલનપુર-અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન અમીરગઢ બોર્ડર પાસે અગમ્ય કારણો સર લકઝરી બસ પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

અકસ્માતમાં એક મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય સાત જેટલા મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત ગ્રસ્ત બસમાંથી તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

[google_ad]

અકસ્માત બાદ ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ટ્રાફિક પણ ખૂલ્લો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ આ જ નેશનલ હાઈવે પર અમીરગઢ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં 10 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી.

From – Banaskantha Update


Share