પાલનપુરમાં સ્ત્રી-પુરુષનાં જનનાંગો સાથે જન્મેલા બાળકનું ઓપરેશન કરી બાળકી બનાવાઈ

Share

પાલનપુર સિવિલના તબીબોએ સ્ત્રી-પુરુષનાં જનનાંગો સાથે જન્મેલા બાળકનું સફળ ઓપરેશન કરી તેને બાળકી બનાવી, જેને લઈ પરિવારજનોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

 

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પાલનપુર સિવિલ હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘એક બાળક તેના પ્રાઇવેટ પાર્ટ્સ સ્ત્રી અને પુરુષ બંનેનાં સાથે જન્મ્યું હતું. બનાસ મેડિકલ કોલેજના સિવિલ હોસ્પિટલ પાલનપુરના ડો.સુનીલ જોશી, ડો.કલ્પેશ પટેલ, ડો. ફોરમ મોઢ અને તેમની ટીમ દ્વારા બાળકના પ્રાઇવેટ પાર્ટસનું સફળ ઓપરેશન કરીને તેનાં માતા-પિતાની ઈચ્છા મુજબ એક સ્ત્રીનું જ રાખવામાં આવ્યું છે. અત્યારે આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.’

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ સિવાય 40 વર્ષીય થરાદ નિવાસી એક મહિલા ગંભીર હાલતમાં જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી, જેમને માસિકના ભાગે પેશાબ આવવાની તકલીફ થઇ હતી. આ મહિલાને રિપોર્ટ પછી વસાઈકો વજાઈનલ ફિસ્ટ્યુલા (vasicovaginal fistula)નામની બીમારી હતી, જેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, આજની ચિકિત્સકોની દુનિયામાં કશું જ અશક્ય નથી, આવા કેસોમાં માતા-પિતાની ઇચ્છાથી અને મંજૂરીથી ઓપરેશન કરી દીકરો કે દીકરી બનાવી શકાય છે.

 

From – Banaskantha Update


Share