પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી એક શખ્સ પાસેથી 14 કિલો ગાંજો ઝડપાયો

Share

બનાસકાંઠા પાલનપુર એસઓજી પોલીસે પાલનપુર-અમદાવાદ હાઇવે પર અમદાવાદ રેલ્વે બ્રીજ ઉતરતા એક ઈસમ પાન મસાલાના બે થેલાઓમાં 14.310 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી એસઓજી પોલીસે આગળની તાપસ હાથ ધરી.

[google_ad]

પાલનપુર એસ.ઓ.જી પોલીસે સરકારી પંચોને સાથે રાખી પાલનપુર-અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રેલવે બ્રિજ ઉતરતાં એક ઈસમ પાન મસાલાના બે થેલાઓમાં 14.310 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કુલ કીમત 1 લાખ 43 હજાર 100 રૂપિયાનો ગાંજો રાખી સુરત જવા વાહન થોભાવતો હોઇ તેની તપાસ કરી હતી.

Advt

[google_ad]

એસઓજી પોલીસે તપાસ કરતા વિકેશ કુમાર ત્રિવેદીને ગાંજા સાથે મળી આવેલ તથા મોબાઇલ અને રોકડ રકમ 7,450 સહિતનો કુલ મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે લઇ પાલનપુર શહેર પ્રશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

 

From – Banaskantha Update


Share