ડીસામાં આવેલ રત્નાકર સોસાયટીમાં રત્નેશ્વર મહાદેવના મંદિરે ધોળા દિવસે મંદિરમાં મંદિરની દાન પેટીની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
[google_ad]
સહુની રક્ષા કરતાં ભગવાન જ બનાસકાંઠા જીલ્લામાં અસુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે. વેપારી મથક ડીસા શહેરમાં તસ્કરોએ રત્નાકર સોસાયટીમાં આવેલ ગેટ પાસે રત્નેશ્વર મહાદેવના મંદિરને ધોળા દિવસે નિશાન બનાવ્યું છે. આ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે.અસંખ્ય ભક્તો તેમની રક્ષા માટે મહાદેવને પ્રાર્થના કરતાં હોય છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, લોકોની આસ્થાના પ્રતીક સમાન રત્નેશ્વર મહાદેવના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ધોળા દિવસે તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલી દાન પેટી ચોરી કરી ગયા છે. સાંજે જ્યારે પૂજારી પૂજા કરવા મંદિરે આવ્યા ત્યારે રત્નેશ્વર મહાદેવના મંદિરે ચોરી થઈ હોવાનું જાણવા મળતાં તાત્કાલીક સોસાયટીના લોકોને અને આગેવાનોને જાણ કરતાં સ્થાનિક લોકોએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.
[google_ad]
રત્નેશ્વર મહાદેવના મંદિરમાં દાન પેટીમાં અંદાજીત રૂ.15 હજારની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
From – Banaskantha Update