ડીસા શહેરમાં રખડતાં પશુઓને લઈને 11અરજદારો દ્વારા નાયબ કલેક્ટર કોર્ટમાં ફરીયાદ નોધાઇ

Share

ડીસા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિકમાં રજુઆત કરવામાં આવી છે.

[google_ad]

છતાં નગરપાલિકા દ્વારા આજદીન સુઘી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી અને શહેરના રાજમાર્ગો પર અને સોસાયટીઓમાં ઠેરઠેર ગાય અને આખલાઓ અડીંગો જમાવીને બેઠેલ નજરે પડી રહ્યા છે. જેથી ડીસા શહેરમાં રખડતાં પશુઓને લઈને 11 અરજદારો દ્વારા 133 કલમ મુજબની નાયબ કલેક્ટરની કોર્ટમાં ફરીયાદ નોધાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જાગૃત નાગરિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિકમાં રજુઆત કરવામાં આવી છે. છતાં નગરપાલિકા દ્વારા આજદીન સુઘી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી અને શહેરના રાજમાર્ગો પર અને સોસાયટીઓમાં ઠેરઠેર ગાય અને આખલાઓ અડીંગો જમાવીને બેઠેલ જોવા મળી રહ્યા છે.

[google_ad]

સિનિયર સિટીઝન અને નાના બાળકોને ઘરની બહાર નીકળતાં ડર અનુભવી રહ્યા છે. અને અત્યારે સુધીમાં કેટલાંક લોકો રખડતાં પશુઓને કારણે જીવ ગુમાવ્યા છે તો કેટલાંય લોકોએ અપંગતા ધારણ કરી છે.

[google_ad]

જેને લઇને મંગળવારે ડીસા આમ આદમી પાર્ટીના 11 જેટલાં જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેક્ટરની કોર્ટમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, ડીસા ડી.વાય.એસ.પી. સહીત શહેર મામલતદાર સામે મંગળવારે 133 કલમ મુજબની ફરીયાદ નોંધાવી છે. અને તાત્કાલીક અસરથી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. ડીસા શહેરમાં રખડતાં પશુઓને લઈને 11 અરજદારો દ્વારા 133 કલમ મુજબની નાયબ કલેક્ટરની કોર્ટમાં ફરીયાદ નોધાવી છે.

 

From – Banaskantha Update

 


Share