ડીસાના આકાશ વિલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઇ

Share

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અને ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આવા સમયે અનેક વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. જે અંતર્ગત મંગળવારે ડીસાના આકાશ વિલા સોસાયટીમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગને અટકાવવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

[google_ad]

વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય રોગચાળામાં વધારો ન થાય તે માટે ડીસાના આકાશ વિલા સોસાયટીમાં આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. અને છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે. પરંતુ વરસાદ ગયા બાદ હાલમાં ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

[google_ad]

નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિસ્તારોમાં ખેતર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં ડીસા શહેરના આકાશ વિલા સોસાયટીમાં પડેલા વરસાદના કારણે સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે અને આ વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે મંગળવારે ડીસા આરોગ્ય વિભાગના ડૉ જીગ્નેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

[google_ad]

આ વિસ્તારમાં જ્યાં વરસાદી પાણી ભરાયા છે. તે તમામ જગ્યાઓ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત તમામ ઘરોમાં મકાનોના છત પર વરસાદી પાણી ભરાયેલા હોય છે. તે તમામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. હાલમાં વરસાદે વિરામ લીધા બાદ ડીસાના આકાશ વિલા સોસાયટીમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી હતી. આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા રજુઆત કરવામાં આવતા મંગળવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે હજુ પણ ડીસાના એવા અનેક વિસ્તારો છે.

[google_ad]

જ્યાં પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે નગરપાલિકા દ્વારા આ વિસ્તારોની મુલાકાત લઈ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ આવા વિસ્તારોમાં જઇ દવાનો છંટકાવ કરવામાં આવે તો આગામી સમયમાં રોગચાળો અટકી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share