ડીસામાં તલાટીઓએ વિવિધ માંગણીઓને લઈ કાળી રીબીન ધારણ કરી વિરોધ કર્યો

Share

ડીસા સહીત સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રીઓ તેમની વિવિધ માંગણીઓને લઈ અગાઉ અનેકવાર સરકારમાં રજુઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.

[google_ad]

 

જેથી તલાટીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોમવારે ડીસાના તલાટીઓએ કાળી રીબીન ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

ડીસા તાલુકાના તલાટી કમ મંત્રીઓએ તેમની વિવિધ માંગણીઓને લઈ સરકારમાં અનેક રજુઆતો કરી હોવા છતાં પણ કોઈ નિર્ણય ન આવતાં સોમવારે ડીસા તાલુકા પંચાયત આગળ તલાટીઓએ કાળી રીબીન ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ગ્રામ પંચાયતમાં પણ તલાટીઓએ કાળી રીબીન ધારણ કરી પોતાનું કામકાજ કર્યું હતું.

From – Banaskantha Update


Share