એસ.ઓ.જી. બનાસકાંઠા અને સી.પી.આઇ. થરાદ પોલીસે પાંથાવાડા નજીકથી અફીણનો રસ ઝડપી પાડયો

Share

બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડાથી ગુંદરી તરફ જતાં હાઇવે રોડ પર આવેલી વે-વેઇટ હોટલમાંથી 340 ગ્રામ જેટલો માદક પદાર્થનો રસ એસ.ઓ.જી. પોલીસ બનાસકાંઠા અને સી.પી.આઇ. થરાદ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો.

[google_ad]

વે-વેઇટ હોટલ ચલાવનાર નરેન્દ્રકુમાર કાળુરામ વિશ્નોઈ (રહે. સેડીયા, ગુંદાઉ, તા.રાનીવાડા, જી.જાલોર) હાલ રહે.પાંથાવાડા હોટલ વે- વેઈટવાળાની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રકમ રૂ.105, અફીણ રસ 340 ગ્રામ કિંમત રૂ. 51,000, મોબાઇલ કિંમત રૂ. 5,000 તેમજ આધારકાર્ડ, લાઈટ બિલ કુલ કિંમત રૂ. 56,105નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.

[google_ad]

Advt

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ માદક પદાર્થનો રસ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું તો બીજી તરફ પાંથાવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

From – Banaskantha Update


Share