ડીસામાં એક મકાનમાંથી અધધધ… રૂ. 8 લાખ જેટલી કીમતના ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

Share

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો આજે ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી આઠ લાખ રૂપિયા જેટલી કિંમતના વિવિધ ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

[google_ad]

પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સનાં ઘરે દરોડો પાડ્યો હતો અને તેના ઘરમાથી જ 338.60 ગ્રામ ગાંજો, 59.760 ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોન (MD)નો જથ્થો તથા 3 મોબાઈલ અને રોકડ 6,350 ઝડપી પાડ્યો છે. આ તમામ જથ્થાની કિંમત 7,96,736 રૂપિયા.

[google_ad]

પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સંપડાયેલા છે તે પણ બેનકાબ થશે.

[google_ad]

આરોપી: શુભમકુમાર કન્યાલાલ પટેલ ઉર્ફે પાબ્લો ઇશકોન ઉ. 27 રહે.મોઢેશ્વરે શિવગંગા સોસાયટી

ઝડપાયેલ મુદ્દામાલ:-

ગાંજો:-338.60 ગ્રામ, કિંમત:- 3,386

સ્મેક:-59.760.ગ્રામ, કિંમત:- 5,97,600

મેફેડ્રોન(MD) 18.25 ગ્રામ, કિંમત:- 1,82,500

મોબાઈલ 3, કિંમત:- 6,000

રોકડા:- 6,350

ડિજિટલ કાંટો, કિંમત:- 650

પોકેટ વજન કાંટો કિંમત:- 300

કુલ કિંમત:- 7,96,736 રૂપિયા

From – Banaskantha Update


Share